Latest News
મોરબી પોલીસે બોગસ કાર્ડ ના વેપારી પત્રકારો ને ઝડપી પાડતા પોલીસને અભિનંદન પાઠવતું જિલ્લા પત્રકાર પરિષદ
મોરબી પોલીસે બોગસ કાર્ડ ના વેપારી પત્રકારો ને ઝડપી પાડતા પોલીસને અભિનંદન પાઠવતું જિલ્લા પત્રકાર પરિષદ
પ્રેસ કાર્ડ નો વેપાર,સાચા પત્રકારો માટે સમસ્યા બન્યો છે,ત્યારે સરકાર ની પણ જવાબદારી છે..કોઈ પત્રકાર કોઈ કચેરીમાં પગ મૂકે ત્યારે શંકાથી જોઈ મનમાં હસે છે,આ 999 વાળા કે 2500 વાળા..? પત્રકાર જગત ને કલંકિત કરવાનું ષડ્યંત્ર એટલે કાર્ડ નો વેપાર ; મિલન કુવાડીયા
કુવાડીયા
પોતાનો ધંધો ચલાવવા કાર્ડ ખરીદનાર ને પણ ગેરમાર્ગે દોરે,ખોટા પ્રલોભનો આપે છે, એક્રીડેશન કાર્ડ પર મળતી સરકારી સુવિધા પૈકી એકેય સુવિધા કોઈ પત્રકાર પ્રેસ કાર્ડ વેચે તેને મળતી ન હોવા છતાં લોકોને ખોટું બોલી કર્ડનો વેપાર કરે છે,જેને પત્રકારત્વ શું કહેવાય,તેની ખબર નથી,કોઈ કાર્ડ ની વેલ્યુ ની ખબર નથી આવા લોકો કાર્ડ લઈ એન્ટ્રી પાડવા પ્રયાસ કરે ત્યારે,ક્યારેક પોલીસની ઝપટે ચડી જાય ત્યારે બધાજ કૌભાંડ નો પર્દાફાશ થતો હોય છે..આ કાર્ડ નો વેપાર કરનારા અથવાતો પત્રકારત્વ નહિ કરવા છતાં કાર્ડ લઈને ફરનારા સાચા પત્રકારો માટે સૌથી મોટી સમસ્યા છે,પણ સરકાર આવી બાબતો માં આટલી કેર લેસ કેમ એ સમજાતું નથી. મોરબી પી.આઇ ઝાલા ની મહેનત,અને તપાસ માં ખુલ્લેલ કૌભાંડ ખોટું નથી બે પાંચ ટકા પત્રકારો એવા છે, જે પોતાના શોખ પૂરા કરવા કાર્ડ નો વેપાર ચલાવી રહ્યા છે,જો કડક કાર્યવાહી અને છેડા સુધી તપાસ થાય તો બીજા કાર્ડનો વેપાર કરનારા ને પણ બ્રેક લાગે..જે લોકો ને કાર્ડ ની વેલ્યુ કે કાર્ડ ના ઉપયોગ કે દુરુપયોગ ની ખબર નથી એવા લોકો આવા કાર્ડ ખરીદે છે,ખરીદનાર ને ખબર નથી આ બોગસ કાર્ડ ઝેલ યાત્રા પણ કરાવે, બસ વેપારી હોશિયાર હોય એટલે ધંધો ચાલે છે,પણ વધુ જવાબદાર તો કાર્ડ નો વેપારી છે, ઓથેંટીક રીતે આવા કાર્ડ ઇસ્યુ કરવાનો અધિકાર નથી. કોઈ સાચા પત્રકાર હોય તો પણ રિપોર્ટર માટે ની લિમિટ જરૂરી છે,તેનું જ્ઞાન પણ જરૂરી છે,માત્ર પબ્લિક વચ્ચે પોતાની ઓળખ કામ કરતા સમયે કાર્ડ હોય તો આમ જનતા જેમ દાવ ન લેવાય જાય એટલો ઉપયોગ હોય છે,પરંતુ આવા કાર્ડ કઢબરે 300 ના પેપરમાં એગ્રીમેંટ કરી એક નકલ માહિતી કચેરી ને આપવાની હોય છે. હજાર બે હજાર કે ચાર હજાર કાર્ડ નો વેપાર કરનાર ત્રણ ચાર પત્રકારો ગુજરાતમાં પોતાની દુકાનો ખોલી ને બેઠા છે,આવા પીળા પત્રકારત્વ નો ખાત્મો કરવાની જવાબદારી સરકારની છે,છતાં મોરબી પોલીસે જે સત્ય ઉજાગર કર્યું છે,તે અભિનંદન ને પાત્ર છે તેવું ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ મિલન કુવાડીયાએ જણાવ્યું હતું.