Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લામાં તહેવારોના પગલે હથિયાર રાખવા પર પ્રતિબંધ

Published

on

Ban on possession of firearms in Bhavnagar district due to festivals

પવાર

  • કાયદો અને વ્યવસ્થા જાળવવા અગમચેતીના પગલા લેતુ તંત્ર ; છરી, તલવાર સહિતના પ્રાણઘાતક હથિયાર લઈ ફરનાર સામે પગલા લેવાશે, 2 ઓકટોબર સુધી જાહેરનામુ અમલમાં રહેશે

ભાવનગર જિલ્લામાં તહેવારોના પગલે એક માસ માટે હથિયાર રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. છરી, તલવાર સહિતના પ્રાણઘાતક હથિયાર લઈ ફરનાર સામે પગલા લેવાશે. આગામી તા. ર ઓકટોબર સુધી જાહેરનામુ અમલમાં રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા અગમચેતીના પગલા લેવાયા છે. સપ્ટેમ્બર-૨૦૨૩ના માસ દરમિયાન તા. ૪ સપ્ટેમ્બર-ર૦ર૩ના રોજ નાગ પંચમી/રાંઘણ છઠ, તા. ૫ મીએ શીતળા સાતમ, તા.૬ના રોજ જન્માષ્ટમી, તા.૧૩ના રોજ ભાદરવી અમાસ (નિષ્કલંક મેળો), તા. ૧૮ના રોજ કેવડા ત્રીજ, તા. ૧૯ ગણેશ ચતુર્થી/જૈન સંવત્સરી, તા. ર૦મીએ ષિ પાંચમ, તા. ર૭મીએ ઇદે મિલાદ તથા તા. ર૯ સપ્ટેમ્બરે ભાદવી પુનમ વગેરે તહેવારો ઉજવાશે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલાં લેવા અનિવાર્ય જણાતાં, સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વિગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ, તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે, જેના પગલે ભાવનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ આગામી તા. ૦૩ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓકટોબર-૨૦૨૩ સુધી જાહેરનામુ બહાર પાડયુ છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમુહ દ્વારા જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે, છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા દંડા, બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવી બીજી કોઈ ચીજવસ્તુઓ કે હથિયારો જાહેરમાં લઈ જવા નહિ.

Ban on possession of firearms in Bhavnagar district due to festivals

કોઈ પણ જાહેર જગ્યામાં લોકોને શારીરીક નુકશાન કરે તેવા પદાર્થો તથા લાયસન્સ/પરમીટ વગર સ્ફોટક પદાર્થ લઈ જવા, લાવવા નહિ. પથ્થરો અથવા બીજા શો અથવા ફેંકી શકાય તેવા કોઈ સાધન સામગ્રી કે યંત્રો જાહેરમાં એકઠા કરવા/તૈયાર કરવા તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. વ્યક્તિ કે વ્યક્તિના જુથ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિના સમુહના શબ અથવા આકૃતિઓ કે પુતળા જાહેરમાં દેખાડવા નહિ. આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી કોઈ વ્યક્તિને જો ત્યાંના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઈપણ હથિયાર લઈ જવાની તેની ફરજ હોય, પોલીસ અધિક્ષક અથવા તેણે અધિકૃત કરેલ પોલીસ અધિકારી કે જેને શારીરીક અશક્તિને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને જાહેરનામુ લાગુ પડશે નહી. જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Continue Reading
Advertisement
error: Content is protected !!