Connect with us

Bhavnagar

ભાવનગર સહિત ગુજરાતના 22 IPS અને 84 DySPની બદલી : સફિન હસનને અમદાવાદ મુકાયા

Published

on

Transfer of 22 IPS and 84 DySP of Gujarat including Bhavnagar: Safin Hasan has been transferred to Ahmedabad

ગુજરાતના ગૃહ વિભાગે આગામી વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષમાં ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીઓ શરૂ કરી છે. જેમાં 22 ips અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ વધારાના હવાલા માંથી કેટલાક અધિકારીઓને મુક્ત પણ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના આદેશ અનુસાર આઇપીએસ એમ ડી જાનીને એસઆરપી ગ્રુપ 1માંથી એસઆરપી ગ્રુપ છો સાબરકાંઠા ખાતે મૂકવામાં આવ્યા છે. રાજન સુસરાને ડેપ્યુટી કમિશનર તરીકે સુરત શહેરમાં નિમણૂક આપવામાં આવી છે. શ્રીમતી સુધા પાંડે ને એસઆરપી ગ્રુપ 16 માંથી એસઆરપી ગ્રુપ રાજકોટ 13માં મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત એસવી પરમાર ને ડીસીપી સુરતથી રાજકોટ સિટીમાં ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. શ્રીમતી ઉષા રાડાને ડેપ્યુટી કમિશનર તરીકે સુરત ઝોન 3 માં સાગર બાગમારની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. આણંદના એસપી અજીત રાજિયાણને ડીસીપી સાયબર અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે.

transfer-of-22-ips-and-84-dysp-of-gujarat-including-bhavnagar-safin-hasan-has-been-transferred-to-ahmedabad

આઇપીએસ પ્રવીણ કુમારને રાજકોટથી આણંદ ખાતે એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બી આર પટેલને સુરત ડીસીપી થી સુરતમાં જ ઝોન 6માં મૂકવામાં આવ્યા છે. સુરતના ડીસીપી સાગર બાગમારને ઝોન 4માં મુકવામાં આવ્યા છે.

કુમારી વિશાખા ડબરાલને એએસપી જંબુસરથી મહેસાણા ongcમાં મૂકવામાં. વાપીના એએસપી શ્રીપાલ શેસમાંને એસઆરપી ગ્રુપ 3માં મુકવામાં આવ્યા છે.ભાવનગરના એએસપી સફિન હસનને ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ મુકવામાં આવ્યા છે. વિજયસિંહ ગુર્જર ને બઢતી સાથે કમાન્ડંડ તરીકે એસઆરપી ગ્રુપ 14 વલસાડ ખાતે મુકવામાં આવ્યા છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!