Travel
ગુજરાતનાં આ સ્થળો શિયાળાની સિઝનમાં ફરવા માટે છે બેસ્ટ! અહી ખર્ચ પણ થશે ઓછો

અનેક મંદિરો અને વાઇલ્ડ લાઇફ રિઝર્વેશન માટે પ્રસિદ્ધ ગુજરાત અને એની આસપાસની જગ્યાઓમાં શિયાળામાં ફરવા જાઓ છો તો મજા જ પડી જાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુ એવી છે જેમાં ફરવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. ઉનાળાની ગરમીમાં ફરવાની મજા આવતી હોતી નથી. જો કે હવે દિવાળીનો તહેવાર નજીક છે ત્યાં અનેક લોકો રજાઓમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રજાઓમાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. જો તમે પણ આ શિયાળામાં ફરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બજેટ ઓછુ છે તો ગુજરાતના આ સ્થળો તમારા માટે સૌથી બેસ્ટ છે.
અમદાવાદ
અમદાવાદ ફરવા માટેનું એક મસ્ત સ્થળ છે. અમદાવાદની અનેક ફેમસ જગ્યાઓ તમે એક વાર જુઓ છો તો તમને વારંવાર જોવાની ઇચ્છા થાય એવું છે. અમદાવાદમાં તમે રિવરફ્રન્ટ, કાંકરિયા, લો ગાર્ડન, અડાલજની વાવ તેમજ બીજા અનેક પ્રસિદ્ધ મંદિરોની તમે મુલાકાત લઇ શકો છો. સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાંથી એક છે. આ સાથે જ તમે અમદાવાદમાં ટ્રેડિશનલ માર્કેટમાં ફરવાની મજા પણ લઇ શકો છો.
દ્રારકા
જો તમે પરિવારની સાથે ફરવાનું પ્લાનિંગ કરો છો તો દ્રારકા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. દ્રારકા મંદિર એક વાર જોવા જેવું છે. દ્રારકાને સ્વયં શ્રી કૃષ્ણ ધરતી કહેવામાં આવે છે. દ્રારકામાં તમે ઓછા બજેટમાં મસ્ત ફરી લો છો. અહિંયા આસપાસ પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ફરવાની મજા આવે છે.
કચ્છનું રણ
કચ્છનું રણ તમે જોયું નથી તો તમારે એક વાર ચોક્કસથી જોવું જોઇએ. કચ્છના રણમાં ફરવાની મજા કંઇક અલગ જ હોય છે. અહિંનો નજારો તમારું મન મોહી લે છે. તમે શિયાળાની ઠંડીમાં કચ્છનું રણ જોવા જાવો છો તો તમને હદ વગરની મજ્જા પડી જાય છે. અહિંનો રણ ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે. આ સિવાય તમે અહીં નેશનલ પાર્ક, મ્યૂઝિયમ જેવા સ્થળોની પણ મુલાકાત લઇ શકો છો.