Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લામાં હવે પછીનું અઠવાડિયુ રાજકીય ખરાખરીના ખેલનું

Published

on

The next week in Bhavnagar district is a game of political realism

બરફવાળા

જામશે જોરદાર ત્રિપાંખીયો જંગ, શનિવારથી આવતા સોમવાર સુધી ઉમેદવાર પસંદગી અને ઉમેદવારીનો ધમધમાટ : પ્રથમ વખત રસપ્રદ ત્રિકોણીયા જંગના એંધાણ, વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં અને તેમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ભાવમગર સામેલ હોઇ શહેરમાં ત્રણેય પક્ષના કાર્યાલયોમાં ધમધમાટઃ જીત માટે એડીચોટીનું જોર લગાવવા તૈયારીઓ

રાજ્‍ય વિધાનસભાની ચૂંટણીની કેન્‍દ્રીય ચૂંટણી પંચે આજે જાહેરાત કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે ભાવનગર સહિત સૌરાષ્‍ટ્ર – કચ્‍છની ૫૪ બેઠકોનું મતદાન પ્રથમ તબક્કે તા. ૧ ડિસેમ્‍બરે છે. તેના ફોર્મ ભરવાની મુદ્દત તા. ૫ થી ૧૪ નવેમ્‍બર સુધીની છે. હવે પછીનું અઠવાડિયું ભાવનગર સહિત જિલ્લા માટે રાજકીય ખરાખરીના ખેલનું બની રહેશે કોને ટિકિટ મળે છે અને કોની બાદબાકી થાય છે તે તરફ રાજકીય સમીક્ષકોની નજર છે ભાવનગર જિલ્લામાં પ્રથમ વખત ભાજપ – કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ જંપલાવતા રસપ્રદ ત્રિકોણીયા જંગના એંધાણ વર્તાય રહ્યા છે આમ તો સામાન્‍ય રીતે ભાજપ – કોંગ્રેસ વચ્‍ચે સ્‍પર્ધા રહે છે. જોકે આ વખતે જોરદાર ત્રિપાંખીયો જંગ જામશે તે નક્કી સમજાય છે આ માટે અત્‍યારથી જ જે તે પક્ષના આગેવાનો, કાર્યકરોએ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવાની તૈયારીઓ આરંભી દીધી છે. કોણ જીતશે અને કોને પછડાટ મળશે તેના ગણિત પણ મંડાવાનું શરૂ થઇ ગયું છે. જો કે એ પહેલા ઉમેદવારો કોણ હશે એ તરફ પણ સોૈની નજર મંડાયેલી છે.

error: Content is protected !!