Connect with us

Entertainment

ઈંસ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા 100 લોકોની યાદી જાહેર! ભારતીય સેલિબ્રિટી પણ આ લિસ્ટમાં સામેલ

Published

on

The list of 100 highest earners on Instagram has been announced! Indian celebrities are also included in this list

ફિલ્મી સ્ટાર અને સ્પોર્ટ્સ સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સારી એવી કમાણી કરતા હોય છે. આ તો આપણે બધાં જાણીએ છીએ, પમ શું આપે વિચાર્યું છે કે, એક પોસ્ટમાંથી તેમને કેટલાય રૂપિયા મળે છે ? હાલમાં જ Hopperએ એક લિસ્ટ તૈયાર કર્યુ છે, જેમાં ઓનલાઈન ફોટો શેયરિંગ પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ દ્વારા સૌથી વધઆરે પૈસા કમાતા સેલીબ્રિટિઝના નામ છે. આ યાદીમાં 100 લોકો સામેલ છે. જેમાંથી બે ભારતીય છે.

ઈંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સેલિબ્રિટિઝ કરોડો રૂપિયાની કમાણી કરે છે. ઈંસ્ટાગ્રામથી કમાણી કરનારા ખ્યાતનામ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ સૌથી ઉપર છે. તેમને દરેક પોસ્ટ માટે 23.97 લાખ ડોલર એટલે કે 19.62 કરોડ રૂપિયા મળે છે.

The list of 100 highest earners on Instagram has been announced! Indian celebrities are also included in this list

hopper દ્વારા જાહેર કરવામાં આવેલી ટોપ 100 લોકોની આ યાદીમાં બે ભારતીય પણ સામેલ છે. તેમાંથી એક ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલી અને બીજી ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડા છે.

વિરાટ કોહલીને ઈંસ્ટાગ્રામ પર 20 કરોડથી વધારે ફોલોઅર્સ છે. તેમને એક પોસ્ટ માટે 10.88 લાખ ડોલર એટલે કે 8.91 કરોડ રૂપિયા મળે છે. કોહલી ટોપ ઈંસ્ટાગ્રામ રિચ લિસ્ટમાં 14માં સ્થાન પર રાખવામાં આવ્યો છે. તો વળી પ્રિયંકા ચોપડાને ઈંસ્ટાગ્રામ પર 7.79 કરોડથી વધારે ફોલોઅર્સ છે અને તેની એક ઈંસ્ટા પોસ્ટથી 4.23 લાખ ડોલર એટલે કે, 3.46 કરોડ રૂપિયાની કમાણી થાય છે. ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા સૌથી વધારે કમાણી કરવાની યાદીમાં તેનું સ્થાન 27મું છે.
ટોપ 10 લોકોની યાદી

 

Advertisement

• ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 23.97 લાખ ડોલર

• કાઈલી જેનર 18.35 લાખ ડોલર

• લિયોનેલ મેસી 17.77 લાખ ડોલર

• સેલેના ગોમ્ઝ 17.35 લાખ ડોલર

• ડ્વેન દ રોક જોનસન 17.13 લાખ ડોલર

Advertisement

• કિમ કાર્દશિયાં 16.89 લાખ ડોલર

• એરિયાના ગ્રેંડ 16.87 લાખ ડોલર

• બિયોંસે નોવેલ્સ કોર્ટર 13.93 લાખ ડોલર

• ક્લો કાર્દશિયાં 13.20 લાખ ડોલર

• કૈંડલ જેનર 12.90 લાખ ડોલર

Advertisement
error: Content is protected !!