Sports
ICC T20 Ranking : T20માં રિઝવાનનું શાસન ખતમ, સૂર્યકુમાર યાદવ બન્યો ICC રેન્કિંગનો નવો રાજા
ICCએ T20I બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. ભારતના સૂર્યકુમાર યાદવ છેલ્લા અઠવાડિયામાં બે અડધી સદી સાથે T20 વર્લ્ડ કપ 2022 માટે ICC પુરુષોની T20I રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેને પાછળ છોડી દીધા છે.
ICC T20 રેન્કિંગ અનુસાર, સૂર્યકુમાર યાદવ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ 863 રેટિંગ સાથે નંબર વન છે. બીજી તરફ, મોહમ્મદ રિઝવાન હવે 842 રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગયો છે. કેટલાક સમયથી રિઝવાન અને સૂર્યા વચ્ચે નંબર વન બનવા માટે યુદ્ધ ચાલી રહ્યું હતું, જેમાં હવે સૂર્યા જીતી ગયો છે.
T20I બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચનારો બીજો ભારતીય
જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે સિડનીમાં નેધરલેન્ડ સામે 25 બોલમાં અણનમ 51 અને પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે 40 બોલમાં શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી. જેણે તેને ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે અને પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડવામાં મદદ કરી.
સૂર્યકુમાર આ વર્ષે 4 સપ્ટેમ્બરથી ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ રિઝવાનથી આગળ નીકળી ગયો હતો. સૂર્યકુમાર યાદવ T20I બેટિંગ રેન્કિંગમાં ટોચ પર રહેનાર 23મો ખેલાડી છે. તે જ સમયે, વિરાટ કોહલી પછી, તે T20 ક્રિકેટમાં નંબર 1 પર પહોંચનાર બીજો ભારતીય બની ગયો છે.
વિરાટ કોહલી ટોપ ટેનમાં
T20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને ICCની ચાલી રહેલી રેન્કિંગમાં ફાયદો થયો છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું નામ પણ ટોપ 10માં સામેલ થઈ ગયું છે. તે 638 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે.
બોલરોમાં રાશિદ ખાન નંબર વન છે
તાજેતરની T20 રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન 700 રેટિંગ સાથે પ્રથમ સ્થાન પર છે. બીજી તરફ શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગા ચાર સ્થાનની છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. હસરંગાનું રેટિંગ હવે 697 છે. ટોપ 10 બોલરોની રેન્કિંગમાં કોઈ પણ ભારતીય પોતાની જગ્યા બનાવી શક્યો નથી.