Connect with us

Bhavnagar

શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી મહત્વની જવાબદારી, હરિયાણાના પ્રભારી બનાવાયા

Published

on

Such an important responsibility was entrusted to Shaktisinh Gohil, who was made in charge of Haryana

કુવાડિયા

  • કોંગ્રેસે કેટલાંક રાજ્યના પ્રભારી બદલાવ્યા, શક્તિસિંહ ગોહીલને દિલ્હીની સાથે હવે હરિયાણાની પણ જવાબદારી સોંપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થશે આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી  છે. શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજયમા હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. હવે ચૂંટણી પૂર્ણ થતાં જ નેતાઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત રાજ્યસભાના સાંસદ અને દિલ્હીના પ્રભારી શક્તિસિંહ ગોહિલને આજે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવાયા છે. જ્યારે દિલ્હીના પ્રભારીનો ચાર્જ પણ તેમની પાસે યથાવત રહેશે કૉંગ્રેસ દ્વારા ત્રણ રાજ્યમાં નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિ સિંહ ગોહીલને કૉંગ્રેસે હરિયાણાના પ્રભારી બનાવ્યા છે. તેઓ હાલ દિલ્હીના પ્રભારી છે આ ચાર્જ તેમની પાસે યથાવત રહેશે. કુમારી શૈલજાએ કૉંગ્રેસે છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે.

error: Content is protected !!