Sihor
ધૂળેટીએ લખણ ઝળકાવતાં રોમિયોની ખો ભુલાવી સિહોર પોલીસે: મુખ્ય રસ્તાઓ અને હોટલોમાં ચેકીંગ
પવાર – બુધેલીયા
રંગોના પર્વને મન ભરીને માણજો પણ ‘માપ’માં રહીને નહીંતર ‘રંગવા’ માટે પોલીસ તૈયાર જ રહેશે, ડી સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કરશે ચેકિંગ : ખાણીપીણીની હોટેલો-ઢાબાઓ પર ખાસ રહેશે વોચ : તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસ રહેશે સાબદી – પીઆઇ ભરવાડ – બી કે ગૌસ્વામી
રંગોનું પર્વ ધૂળેટીની કાલે સિહોરમાં મન ભરીને ઉજવણી થઇ. એકબીજાને રંગીને આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષથી જેમ આ વર્ષે પણ રંગરસીયાઓ ધૂળેટીને માણવા માટે થનગની રહ્યા હતા. બીજી બાજુ તહેવારની આડમાં અસામાજિક તત્વોને ડામી દેવા માટે પોલીસે કમર કસી લીધી હતી. ધૂળેટીએ રસ્તાઓ ઉપર બેફામ રંગ ઉડાડતાં તેમજ આડેધડ ફુગ્ગાનો ઘા કરતાં રોમિયો જેવા તત્ત્વોની ખો ભૂલાવી દેવા માટે કાલે વિસ્તારોમાં અને ચોકે ચોકે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બીજી બાજુ તહેવાર નિમિત્તે છાંટોપાણી સહિતની પાર્ટી ન થાય તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે સિહોર પોલીસ અધિકારી એચ જી ભરવાડ અને પીએસઆઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આમ તો સિહોરમાં ધૂળેટીનું પર્વ શાંતિપૂર્વક રીતે જ ઉજવાતું હોય છે પરંતુ અસામાજિક તત્વોને ખો ભુલાવી દેવા પોલીસ દ્વારા ખાસ ‘વ્યવસ્થા’ કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત ધૂળેટી પર છાંટોપાણી કર્યા બાદ મોટા મોટા અવાજના સાયલેન્સર ફીટ કરીને રસ્તાઓ પર નીકળતાં અને બેફામ રંગ ઉડાડતાં તત્ત્વોને નાથવા માટે સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો હતો.