International
પંજાબ મૂળની રચના સિંહે વિદેશમાં ઈતિહાસ રચ્યો, કેનેડામાં દક્ષિણ એશિયાના પ્રથમ મંત્રી બન્યા
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ આ વર્ષે મજૂમદાર-શો 72માં સ્થાન પર છે. જ્યારે નાયર 89માં સ્થાન પર છે. લિસ્ટમાં સામેલ બીજા ભારતીયોમાં HCL ટેકની ચેયરપર્સન રોશની નાદર મલ્હોત્રા 53માં સ્થાન પર છે.
ફોર્બ્સે 100 સૌથી વધુ તાકાતવર મહિલાઓનું લિસ્ટ બહાર પાડ્યુ છે. જેમાં દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, બાયોકોનના કાર્યકારી ચેયરપર્સન કિરણ મજૂમદાર-શો અને Nykaaની સંસ્થાપક ફાલ્ગુની નાયરને જગ્યા મળી છે. આ વાર્ષિક લિસ્ટમાં કુલ 6 ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે. સીતારમણ આ વખતે 36માં સ્થાન પર રહી છે અને તેમને સતત ચોથી વખત આ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. આ પહેલા 2021માં તે 37માં સ્થાન પર રહ્યા હતા. 2020માં તે 41માં અને 2019માં 34માં સ્થાન પર હતા.
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ આ વર્ષે મજૂમદાર-શો 72માં સ્થાન પર છે. જ્યારે નાયર 89માં સ્થાન પર છે. લિસ્ટમાં સામેલ બીજા ભારતીયોમાં HCL ટેકની ચેયરપર્સન રોશની નાદર મલ્હોત્રા 53માં સ્થાન પર છે. સેબીના ચેયરપર્સન માધવી પુરી બુચ 54માં અને સ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેયરપર્સન સોમા મંડલ 67માં સ્થાન પર સામેલ છે.
આ લિસ્ટમાં 39 સીઈઓ અને 10 રાષ્ટ્રધ્યક્ષ સામેલ છે. તે સિવાય તેમાં 11 અરબપતિ સામેલ છે. જેમની કુલ સંપતિ 115 અરબ ડોલર છે. ફોર્બ્સ વેબસાઈટ મુજબ 41 વર્ષના મલ્હોત્રા એચસીએલ ટેકના તમામ રણનીતિક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રકારે બૂચ સેબીની પ્રથમ મહિલા અધ્યક્ષ છે.
ફોર્બ્સ રીઅલ ટાઈમ બિલિયોનેરની યાદીમાં મુકેશ અંબાણી 9માં સ્થાને
થોડા દિવસ પહેલા જ ફોર્બ્સ રીઅલ ટાઈમ બિલિયોનેરમાં મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાનેથી સીધા 9માં સ્થાને પહોંચ્યા હતા. ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણી 3 ક્રમ સુધી નીચે ઉતાર્યા છે. અંબાણીની નેટવર્થ 50.64 હજાર કરોડ ઘટી છે. બજારમાં કંપનીના શેરમાં ભારે વેચવાને કારણે મુકેશ અંબાણી વિશ્વની સૌથી ધનિકોમાં ક્રમ ઉપરથી નીચે આવી ગયા છે. મુકેશ અંબાણી ફોર્બ્સ રીઅલ ટાઈમ બિલિયોનેરમાં છઠ્ઠા સ્થાનેથી નવમા સ્થાને આવી ગયા છે.
Elon Musk દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ
ટેસ્લા ઇન્ક અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. એક અહેવાલ મુજબ ટેસ્લા ઇન્ક. ના વડા અને અબજોપતિ ઉદ્યોગસાહસિક, મસ્ક એલોન એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડી પૃથ્વીના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. રિપોર્ટ અનુસાર ટેસ્લાના શેરમાં મસ્કની કુલ સંપત્તિ વધીને 188.5 અબજ ડોલર (રૂ. 1,38,42,78,96,75,000) થઈ ગઈ છે, જે બેઝોસ કરતા 1.5 અબજ ડોલર વધારે છે.