Sihor
આજથી સિહોર શહેર અને તાલુકામાં પોલિયો રસીકરણ ઝૂંબેશ : ત્રણ દિવસ ચાલશે
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે સિહોર અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિહોર સી.એચ.સી. હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જિલ્લાની તમામ આશાવર્કર બહેનોની હડતાલ હોવા છતાં તેઓએ માતૃભાવનાના દર્શન સાથે બાળકોને પોલિયા રસી માટે આગળ આવ્યાં હતાં.ભાવનગર જિલ્લામાં આશાવર્કર બહેનોની હડતાળ હોવાં છતાં તેઓએ રાષ્ટ્રભાવના તેમજ માતૃભાવના સાથે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ત્રી-દિવસીય પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આજ રોજ એટલે કે, પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાઇ હતી. સતત રસીકરણ અભિયાનને કારણે ભારત આજે પોલિયોમુક્ત દેશ બન્યો છે.
શૂન્ય થી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને અવશ્ય પોલિયો રસીકરણના બે ટીપાં દરેકવાર બાળકની લઈ દરકાર અવશ્ય પીવડાવવા જરૂરી છે. જે અંગે આજરોજ સિહોર સરકારી હોસ્પિટલ ખાતે પાલિકા ચીફ ઓફીસર મારકણા, સિહોર સરકારી હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કણઝરિયા, ડૉ. લાખાણી ડૉ, રિદ્ધિબેન, અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિહોરના વરિષ્ઠ પત્રકાર સામાજીક કાર્યકરશ્રી હરીશભાઈ પવાર સહિતના વરદ હસ્તે રસીકરણ કેન્દ્ર ખુલ્લું મૂકી અને બાળકોને પોલીયો રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે સિહોર તાલુકાના ના ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દેવગાના ગામ ખાતે વેલનેશ સેન્ટર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી પથુભાઇ ચૌહાણના તેમજ ડૉ.અશોકભાઈ રોજીયાના વરદ હસ્તે બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. હડતાળ હોવાં છતાં બાળકોને પોલિયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત આશાવર્કર બહેનો અને સ્વયંસેવકોના સાથ અને સહકારથી આ પોલિયો રસીકરણ ત્રિદિવસીય ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.