Connect with us

Astrology

આજે દિવાસો, હરિયાળી અમાસ, સોમવતી અમાસ તથા એવરત જીવરત વ્રતનું રાત્રી જાગરણ

Published

on

Night Vigil of Diwaso, Hariyali Amas, Somvati Amas and Everat Jeevarat Vrat Today

દેવરાજ

તા.17મીના આજે દિવાસો છે. સાથે સોમવતી અમાસ તથા હરિયાળી અમાસ છે. આ દિવસે એવરત જીવરત વ્રત પણ છે. દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે. એટલે કે દિવસાના દિવસથી દેવદિવાળી સુધી આશરે 100 દિવસમાં બધા જ મુખ્ય તહેવારો આવે છે. આથી જ દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે. સોમવારે દિવાસાની સાથે સોમવતી અમાસ પણ છે. આથી આ દિવસે સવારે મહાદેવજીની પૂજા કરવી લાભદાયી છે. શિવમંદિરે જઈને દૂધ, કાળાતલ અને સાકરનો ભુકકો મીકસ કરીને શિવલીંગ પર ‘ૐ નમ: શિવાય’નો જાપ બોલતા ધાર રેડવી. ત્યારબાદ પીપળે દીવો અથવા અગરબતી કરી પીપળે પિતૃને પાણી રેડવું. પ્રદક્ષિણા કરવી. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું.

Night Vigil of Diwaso, Hariyali Amas, Somvati Amas and Everat Jeevarat Vrat Today

આ દિવસને હરિયાળી અમાસ પણ કહેવાય છે. આ દિવસે વૃક્ષો વાવવાનું પણ મહત્વ છે. આ દિવસે એવરત જીવરતનું વ્રત પણ છે. પરિણીત મહિલાઓ આ દિવસે મીઠા વગરનું ભોજન લઈને એકટાણું કરશે. એવરત જીવરત માતાજીનું પૂજન કરશે તથા જવારાનું પણ પૂજન કરવામાં આવે છે. તથા આખી રાતનું જાગરણ પણ હોય છે. આ વ્રત સંતાનોની રીક્ષા માટે તથા પતિદેવની રક્ષા માટે કરાય છે.

દશામાનું વ્રત

ખાસ કરીને દશા માતાજીના વ્રતની શરૂઆત દિવાસોના દિવસથી થાય છે. આ વ્રત દસ દિવસનું હોય છે. પરંતુ આ વર્ષે દિવસો પછી પુરુષોતમ માસ (અધિક માસ) હોવાથી પંચાંગના નિયમ પ્રમાણે આ વ્રતની શરૂઆત અધિક શ્રાવણ વદ અમાસના બુધવારે બપોરે 3-08 કલાકે એકમ તિથિની શરૂઆત થાય છે આથી તા.16મી ઓગષ્ટના બુધવારના બપોરે 3-08 કલાક પછી દશામાનું સ્થાપન કરી શકાશે.

Advertisement
error: Content is protected !!