Sihor
મારું બુથ મારુ ગૌરવ : સિહોર તાલુકા કોંગ્રેસે સણોસરા વિસ્તારોમાં ઘરે ઘરે વચન પત્રો આપ્યા
ભાવનગર જિલ્લા કોંગ્રેસની વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ છે મારું બુથ મારું ગૌરવ હેઠળ રાજસ્થાનના ઉર્જા મંત્રી ભંવરસિંહ ભાટીની આગેવાનીમાં કાર્યક્રમ બુથ પર કાર્યકરોને મળીને ગ્રામ્ય વિસ્તારોમાં માહિતીઓ આપવામાં આવી રહી છે ઘરે ઘરે જઈને કોંગ્રેસના કામોના પ્રચાર કરાઈ રહ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે ‘કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ‘બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડી રહી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે.
તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવી રહ્યા છે વિધાનસભાની ચૂંટણીને લઇ દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા કામે લાગી ગયા છે ત્યારે સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે અને ઘરે ઘરે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આઠ વચનની પત્રિકાઓ આપવામાં આવી રહી છે. આ વર્ષે યોજાના વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા રાજ્યના ૧ કરોડ ૫૫ લાખ પરિવાર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેને લઇ સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા મારું બુથ મારુ ગૌરવ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે અને તાલુકાના જુદા જુદા ગામોમાંમાં ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે..