Astrology
બસ ફેંગશુઈમાં જણાવેલી આ ટિપ્સ અપનાવો! અને આ મુર્તિ કરશે તમારી દરેક મનોકામના પૂર્ણ
જે રીતે આપણા દેશમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે એ જ રીતે ચાઈનામાં ફેંગશુઈનું મહત્વ છે. ફેંગશુઈ ભારતીય વાસ્તુ શાસ્ત્ર ખુબ સમાંતર છે. જેવી રીતે ભારતમાં ગાયની પૂજા થાય છે એવી જ રીતે ચાઈનામાં ગાયને સંપન્નતાના રૂપમાં જોવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ગાય માત્ર ઘરમાં શાંતિ જ નહિ પરંતુ એનાથી ઈચ્છાની પણ પૂરતી થાય છે. આ જ કારણ છે કે ફેંગશુઈમાં ગાયની અલગ અલગ મુદ્રામાં પ્રતિમા રાખવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
ગાયનું સ્તનપાન કરતુ વાછરડું
ફેંગશુઈ અનુસાર ઘરના બેડરૂમમાં વાછરડા દ્વારા દૂધ પીતી ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સંતાનની સમસ્યા દૂર થાય છે. ફેંગશુઈની માન્યતા અનુસાર જે બેડરૂમમાં વાછરડાની મૂર્તિ રાખવામાં આવે છે તેમાં બુદ્ધિશાળી અને સ્વસ્થ બાળકોનો જન્મ થાય છે. ગાયની મૂર્તિ હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી બધા તેને જોઈ શકે.
સિક્કાના ઢગલા પર બેઠેલી ગાય
સિક્કાના ઢગલા પર બેઠેલી ગાયનું પ્રતીકાત્મક સ્વરૂપ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની શુભતા ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં કહેવામાં આવી છે. આ શો પીસ ઘરમાં રાખવાથી સૌભાગ્ય આવે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. આ સિવાય આ શો પીસને વર્કપ્લેસમાં રાખવાથી બિઝનેસમાં વધારો થાય છે અને નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ બનવા લાગે છે.
કામધેનુ ગાયની પ્રતિમા
જો તમે તમારા જીવનમાં એકલતા અને અસહાય અનુભવો છો અને તમને ચારેબાજુ અંધકાર દેખાઈ રહ્યો છે, તો તેને દૂર કરવા માટે, તમે તમારી ઓફિસ અથવા વ્યવસાયના સ્થળે ફેંગશુઈના કામધેનુ પ્રતીકને રાખી શકો છો. તેનાથી તમને માનસિક શાંતિ તો મળશે જ, પરંતુ તમે પ્રતિકૂળતાનો પણ તાકાતથી સામનો કરી શકશો.
કઈ દિશામાં રાખવું
ફેંગશુઈ અનુસાર, તમારા ઘર અથવા કાર્યસ્થળ પર ગાયનું કોઈપણ પ્રતીક સ્વરૂપ રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં રાખવાથી તમને સંપૂર્ણ પરિણામ મળશે.