Sihor
ભાવનગરના જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકીને ફરી ટિકિટ : મંત્રી આર.સી .મકવાણા કપાયા
મિલન કુવાડિયા
- પૂર્વનું કોકડું ગુંચવાયું, 6 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત, પરસોત્તમભાઈ સોલંકી, જીતુભાઈ વાઘાણી, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા અને કેશુભાઈ નાકરાણીના નામની સત્તાવાર જાહેરાત,
વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના કુલ સાત બેઠકો માંથી છ બેઠકો પરની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર માટે જીતુભાઈ વાઘાણી, મહુવા માટે શિવાભાઈ ગોહિલ, તળાજા માટે ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર ગ્રામ્ય માટે પુરુષોત્તમભાઈ સોલંકી, પાલીતાણા માટે ભીખાભાઈ બારૈયા અને ગારીયાધાર માટે કેશુભાઈ નાકરાણીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ તમામ યાદી મુજબ ભાવનગર જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક માટે હાલ જાહેરાત કરવામાં આવી નથી. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠકોના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગર પશ્ચિમ ની બેઠક પર પુન: ટીકીટ આપવામાં આવી છે. જ્યારે ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી આર.સી. મકવાણા નું પત્તું કાપવામાં આવ્યું છે અને આરસી મકવાણા ની જગ્યાએ ભાજપ દ્વારા શીવાભાઈ ગોહિલ ને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગર ગ્રામ્ય બેઠક માટે કોળી સમાજના કદાવર નેતા પુરુષોત્તમભાઈ સોલંકી ને ફરી ભાજપ એ ટિકિટ આપી છે. જ્યારે તળાજા બેઠક ઉપર ગૌતમભાઈ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગારીયાધાર બેઠક ઉપર કેશુભાઈ નાકરાણી ને વધુ એક વાર ટિકિટ આપવામાં આવી છે. પાલીતાણા બેઠક ઉપર ભીખાભાઈ બારેયા ને ફરી રીપીટ કરવામાં આવ્યા છે. ભાવનગર ની એકમાત્ર પૂર્વ બેઠક ઉપર હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી.આ બેઠક પર પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે ને રીપીટ કરે છે કે તેનો પત્તુ કપાય છે તે અંગે ભાવનગરમાં ભારે ચર્ચા જાગી છે.