Rajkot
નવાગામ ચીરોડાની સીમ પાસેની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ થતું હતું અને એલસીબી પોહચી

પવાર ; બુધેલીયા
નવાગામ ચિરોડાની સીમમાંથી ૩૩૮ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો, લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બે શખ્સોને વિદેશી દારૂ આઈઝર બોલેરો સ્કૂટર મળી કુલ રૂપિયા ૩૧,૧૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા, વરતેજના બે શખ્સે મંગાવેલા દારૂનું કટીંગ થતું હતું તે સમયે એલસીબી પોહચી : છ શખ્સ ફરાર
ભાવનગર રાજકોટ હાઇવે પર નવાગામ પાસેના રોડ પરના સોડવદરા ગામ તરફ જવાના બોર્ડથી બે કિલોમીટર અંતર નવાગામ ચિરોડા સીમ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં બોરડી અને બાવળની આડશમાં વિદેશી દારૂની કટીંગ થતું હોવાની બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ ખાનગી વાહનમાં ત્રાટક્યા હતા અને મેદાનમાં રાખવામાં આવેલા આઇસર અને બોલેરો ની તલાશી લેતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો લોકલ ક્રાઈમ બ્રાન્ચએ કુલ મળી વિદેશી દારૂની ૪૨૦૪ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા ઝડપાયેલા શખ્સો પૂછપરછ કરતા અન્ય સાત શખ્સોના નામો ખુલવા પામ્યા હતા પોલીસે વિદેશી દારૂ આઇઝર બોલેરો મળી મળી કુલ રૂપિયા ૩૧,૧૧,૫૦૦નો મુદ્દામાલ કબજે લઇ નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા ચોકડી પાસેના રોડ પરના સોળવદરા ગામ તરફ જવાના બોર્ડથી બે કિલોમીટર અંતર નવાગામ ચિરોડા સીમ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં બોરડી અને બાવળની આડશમાં વિદેશી દારૂની કટીંગ થતું હોવાની બાતમી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ખાનગી વાહનમાં ત્રાટક્યા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓએ પ્રથમ રિયાઝ સલીમભાઈ માંગડ્યા અને શરદ પાંચાભાઇ ખાખડીયાને દબોચી લીધા હતા અને ખુલ્લા મેદાનમાં બાવળની આદર્શમાં રાખવામાં આવેલ આઇસર અને બોલેરો ની અંદર તલાસી લેતા લોખંડના ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દરમિયાનમાં બોલેરો વાનમાંથી પણ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા બે શખ્સોને વિદેશી દારૂની ૪૨૦૪ બોટલ આઇસર બોલેરો મળી કુલ રૂપિયા ૩૧,૧૧,૫૦૦ ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતા વરતેજ ખાતે રહેતા દિગપાલ સિંહ કુમાર મદાર સિંહ ગોહિલ અલ્તાફભાઈ ખલીફા દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને ઝાકીર ખલીફા અમીન ખલીફા દિનેશ કોળી જાગો ભરવાડ અને ભોળા ભરવાડ ભગત કોળી દ્વારા ખુલ્લા મેદાનમાં કટીંગ કરવાની કામગીરી થઈ રહી હતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ૧૦ શખ્સો વિરુદ્ધ પ્રોહીશિબિન હેઠળ કાર્યવાહી કરી છે