Sihor
સિહોરના થાણા ગામે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ ના આવે તો ચુંટણી બહિષ્કારની ચીમકી
પવાર
ત્રણ મહિનાથી પીવાના પાણીની સમસ્યા હજુ હલ થઈ નથી : ચુંટણી સમયે ગ્રામજનોએ મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું : વિદ્યાર્થીઓ મહિલાઓને આ બાબતે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે : જો પાણી નહિ તો વોટ નહિ, લોકોની આક્રોશભેર રજુઆત
સિહોર તાલુકાના થાણા ગામના લોકો પાણી પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જયારે હવે ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ગતા વર્ષોમાં આ મામલે કરેલી પીવાના પાણી અંગેની અનેક રજુઆતો અને તેના નક્કર ઉકેલ અંગે નેતાઓએ કે તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ નક્કર કામગીરી ના કરતા આ ગામના લોકોએ આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. અહીં છેલ્લા ત્રણ માસથી પીવાના પાણી વિહોણું બની ગયું છે ગામમાં બોર હોવા છતા પાણી મળતુ નથી બોર માટે કેટલાક સાધનો ખુટે છે આ અંગે તલાટી મંત્રીને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરેલ છે . ઉપરાંત સરપંચ અને પાણી પુરવઠા વિભાગને પણ જાણ કરેલ છે તેમ છતા પાણીનો કોઇ પ્રશ્ન હલ થયેલ નથી.
પીવાના પાણી નહી મળવાથી ગામની મહિલાઓને છેવાડાના સીમાડે દૂર દૂર કુવાઓ સુધી પાણી ભરવા જવું પડું છે અને થાળા ગામની મોટા ભાગની વસ્તી મજરી કામ કરી ગુજરાન ચલાવે છે , પરંતુ પાણી ભરવા જવાના કારણે મહિલાઓ મજૂરી કામે જઈ શકતા નથી અને તેઓને આર્થિક નુકશાની જાય છે તેમજ વિદ્યાર્થીઓ પણ પાણી ભરવા જવાને કારણે નિયમીત રીતે શાળાએ જઈ શકતા નથી પાણીનો પ્રશ્ન તાત્કાલીક ધોરણે હલ કરવામાં નહી આવે તો ગ્રામજનો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે અહી કોઈ નેતાઓએ મત માંગવા આવવું નહિ તેવા બેનરો સાથે તમામ રાજકીય પક્ષોનો બહિષ્કાર કરશે અને મતદાન નો પણ બહિષ્કાર કરશે તેવી રજુઆત ગ્રામજનોએ કરી છે