Offbeat
કિસ્સો સાંભળીને તમારા પણ હોશ ઊડી જશે! આ ભાઈને 8 વખત સાપ કરડયો: છતાં બચીગયો
ટીવી સિરિયલોમાં તમે ઘણીવાર સાપનો બદલો લેવાની વાતો સાંભળી હશે. પરંતુ હકીકતમાં કોઈની સાથે આવી ઘટના બનતી જોઈને લોકો ડરી જાય છે. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત એક ગામમાં રહેતા 20 વર્ષના યુવાન સાથે થઈ રહ્યું છે. યુવાનનું નામ રજત ચાહર જણાવવામાં આવી રહ્યું છે.
યુવકના કહેવા મુજબ સપ્ટેમ્બર મહિનામાં આ જ સાપે તેને ઘણી વખત ડંખ માર્યો હતો. જ્યાં પણ સાપ છોકરાને એકલો જોવે છે તે તેના પર આક્રમક હુમલો કરે છે. રજતે કહ્યું કે સાપનો રંગ કાળો છે. સાપ કરડવાથી યુવકની આંખોની રોશની ઘટી રહી છે.
રિપોર્ટ અનુસાર છેલ્લા 15 દિવસમાં કાળા રંગના સાપે છોકરા પર 8 વખત હુમલો કર્યો છે. એકવાર રજત સૂતો હતો ત્યારે એક સાપે ડંખ માર્યો. બાળકે બૂમો પાડતા જ પરિવારના તમામ સભ્યોએ તેને તાત્કાલિક સારવાર અપાવી હતી. આવી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
આ સાપ હજુ સુધી પકડમાં આવ્યો નથી. પરિવારજનોનું કહેવું છે કે આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ અધિકારી આ મામલાની તપાસ માટે પહોંચ્યા નથી. આ વાત વિશે જાણીને ઘણા લોકો દંગ રહી ગયા હતા.