Sihor
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ : કહ્યું NCW ચીફે પોલીસ બોલાવી મને ધમકાવ્યો, હું જેલથી ડરતો નથી
PM મોદી વિશે કર્યું હતું વિવાદિત નિવેદન : ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા : ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઈ
મઆમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પીએમ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જેનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા આથી ગોપાલ ઈટાલિયા આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા આ દરમિયાન ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હતી રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઇટાલિયાનો વિડિયો વાઇરલ થયા બાદ ઇટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઇ છે.
એવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને લગાવેલા ગંભીર આરોપથી રાજકારણ ગરમાયું છે . અરવિંદ કેજરીવાલે પણ સવાલ કર્યો છે કે ભાજપ ઇટાલિયાની પાછળ કેમ પડી ગઈ છે ? નોંધનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મહિલા આયોગના ચીફ઼ તેમને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યા છે . તેમણે કહ્યું કે મને ધમકાવવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે , આટલું જ નહીં ઈટાલિયાએ આ મુદ્દા પર પાટીદાર કાર્ડ પણ ખેલ્યો અને કહ્યું કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે , પણ હું સરદાર પટેલનો વંશજ છું અને તમારી જેલોથી ડરતો નથી