Politics
કોંગ્રેસે મતદારોને રીઝવવા મેનિફેસ્ટો કર્યો જાહેર! જાણો શું કર્યા મોટા વાયદા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા વાયદાનો પટારો ખોલ્યો છે. આ મેનિફેસ્ટોને ‘બનશે જનતાની સરકાર’ નામ આપવામાં આવ્યું છે.
જુઓ મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ
– ગુજરાતની ગૃહિણીઓને રૂ. 500 ના ભાવે ગેસ સિલિન્ડર
– વીજ બીલમાં રાહત માટે 300 યુનિટ સુધીના વપરાશ પર વીજળી ચાર્જ માફ
– શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
– ગુજરાતના દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર, તપાસ અને દવા તેમજ રૂ.પાંચ લાખનો અકસ્માત વીમો મફત આપવામાં આવશે.
– દિવ્યાંગ, વિધવા, જરૂરતમંદ મહિલા, સિનિયર સિટીજન્સને માસિક રૂ. 2000 નું માસિક પેન્શન
– સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં ૧૦ લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
– બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ.૩૦૦૦ સુધીનું બેકારી ભથ્થું મળશે
– યુવાનોમાં રમતગમત માં શ્રેષ્ઠતા – પ્રોત્સાહન આપતી ‘જામ રણજી સ્પોર્ટ્સ નીતિ’
– આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ની તક થી વંચિત ના રહે તે જાતની નવી “મહાત્મા ગાંધી સર્વગ્રાહી શિક્ષણ નીતિ “ ઘડવામાં આવશે
– દીકરીઓને કે.જી થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી
– દરેક નાગરિકને સરકારી / માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર અને દવા તેમજ રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજનામાં રૂપિયા પાંચ લાખનું વીમા કવચ આપશે
– એમ આર આઈ, સોનોગ્રાફી, ઇકો, એક્ષરે, સી ટી સ્કેન,, લેબોરેટરી વગેરે તપસ પણ વિના મૂલ્યે
– કીડની, હાર્ટ, લીવર અને બોનમરોનું ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત
– ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બીલ માફ કરાશે
– સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
– સરકારની જ પાક વીમા કંપની દ્વારા જ નવી પાક વીમા યોજનાનું અમલીકરણ
– ટેકાના ભાવે જ ખરીદી માટે એમએસપી કાયદો બનાવવામાં આવશે.
– નવેસરથી જમીનની વૈજ્ઞાનીક ધોરણે માપણી, જૂની માપણી રદ કરાશે
– કોંગ્રેસની સરકાર બનતા જ “કામધેનુ-ગૌસંવર્ધન યોજના” હેઠળ પ્રતિવર્ષ રૂ.1000 કરોડનું બજેટ
– માછીમારોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ
– આખા ગુજરાતમાં લારી, પાથરણા, ફેરિયા ભાઈઓને તંત્રની કનડગત અને હપ્તા રાજ તેમજ ધંધાની અસલામતીના ભયમાંથી મુક્ત કરાશે.
– આ પડકારોના સામના માટે કોંગ્રેસની સરકાર – જનતાની સરકાર શહેરના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખી આવતા 25 વર્ષની જરૂરિયાતનો પ્લાન અને તેના સમયબદ્ધ અમલીકરણ નો નક્શો તૈયાર કરશે
– પાંચ વર્ષમાંમકાનો પૂરા પાડવા ‘ઘરનું ઘર’ યોજના શરૂ કરાશે. પાંચ વર્ષમાં 25 લાખ મકાનોનું નિર્માણ
– તાલુકા અને જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોને માનદ વેતન અપાશે.
– ગુજરાતના વંચિત અને શોષિત સમાજના લોકોના કલ્યાણ માટે અને વિવાદોના કાયમી નિવારણ હેતુ કોંગ્રેસ સરકાર કાયમી “અનામત આયોગ” ની રચના કરશે.
– આદિવાસી જિલ્લાઓમાં સેડ્યુઅલ – 5 ની જોગવાઈનો આદિવાસીઓના બંધારણીય અધિકારોના રક્ષણ માટે અમલ કરવામાં આવશે.
– આગામી બે વર્ષમાં ૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ૧૦૦૦ એકમોની સ્થાંપના
– ગુજરાતના આગામી 25 વર્ષની જરૂરિયાતનો સર્વગ્રાહી નક્શો તૈયાર કરાશે
– રાજ્યની તમામ નદીઓમાં પ્રદૂષણ મુક્ત કરવા માટેનો એક્શન પ્લાન