Talaja
મીડિયા મોનિટરિંગ અને મીડિયા સર્ટિફિકેશન અંગેની તાલીમ યોજાઈ
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોના ખર્ચ અંગે અને પેઈડ ન્યૂઝ તેમજ પેઈડ જાહેર ખબર પ્રત્યે નીગરાની રાખવા માટે મીડિયા મોનિટરીંગ અને મીડિયા સર્ટિફિકેશન અંગેની તાલીમ કલેક્ટર કચેરી ખાતે આવેલ આયોજન હોલ ખાતે યોજાઇ હતી.
તળાજાના પ્રાંત અધિકારીશ્રી વિકાસ રાતડાએ આ તાલીમમાં જણાવ્યું કે, ચૂંટણીની કાર્યવાહી નિષ્પક્ષ રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે. તે અંતર્ગત આ મીડિયા અને મીડિયા સર્ટિફિકેશનની કમિટીની પણ રચના કરવામાં આવી છે
આ કમિટી રાજકીય જાહેરાતોનું પ્રમાણિકરણ કરવા સાથે તેની નિગરાની રાખશે. આ માટે જિલ્લા સ્તરે,રાજ્ય સ્તરે અને ચૂંટણીપંચ સુધીના ત્રિસ્તરીય માળખાની રચના કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કોઈપણ પ્રકારની જાહેરાત, બીજા દેશની ટીકા કરતી હોય, ધાર્મિક જાતિ વિષય ટીકા કરતી હોય, કોઈપણ અસૌંદર્ય પ્રકારની જાહેરાત હોય, હિંસાને પ્રકાશિત હોય, નામદાર કોર્ટના ઉલ્લંઘન કરતી હોય, દેશની એકતા અને અખંડિતતાને જોખમાવી તેવી હોય તે પ્રકારની જાહેરાતો પર ખાસ નિયંત્રણ રાખવામાં આવશે. તો કોઈપણ જાહેરાત આદર્શ આચારસંહિતાનો ઉલ્લંઘન કરતી હશે તો તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.
આ કમિટી રાઉન્ડ ક્લોક ટી.વી., પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક જેવાં માધ્યમોમાં સતત નિગરાની રાખશે અને તે અંગેનો ખર્ચ, ખર્ચ નિરીક્ષકને રજુ કરી તે અંગેનો ખર્ચો જે તે પાર્ટી કે ઉમેદવારના ખાતામાં ઉધારવાની કાર્યવાહી હાથ ધરશે.
આ તાલીમમાં મીડિયા મોનિટરિંગ અને મીડિયા સર્ટિફિકેશન કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ, માહિતી કચેરીના સિનિયર સબ એડિટરશ્રી સુનિલ પટેલ સહિતના કર્મચારીઓ અને આ કમિટી સાથે સંકળાયેલા સભ્યશ્રીઓ તાલીમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.