Connect with us

Entertainment

આ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે “બબીતાજી”! બાદમાં આવી હતી તારક મહેતા શોમાં

Published

on

"Babitaji" has worked in these films too! Later Tarak Mehta came to the show

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવો શો છે જે દરેક ઘરમાં ઘણો લોકપ્રિય છે, પરંતુ તે સાથે શોના ઘણા એક્ટર્સ પણ પોપ્યુલર છે. તેમાથી એક નામ છે ‘મુનમુન દત્તા’નું, જે આ શોમાં બબીતાની ભૂમિકા નિભાવે છે.

શોમાં આમ તો બબીતા જી અય્યરની પત્નીના રોલમાં જોવા મળતી, પરંતુ અય્યર કરતા વધારે તે જેઠાલાલની સાથે પોતાની કેમેસ્ટ્રીના કારણે વધારે ઓળખાતી. ઉલ્લેખનીય છે કે જેઠાલાલ હંમેશાંથી જ તેની સાથે ફ્લર્ટ કરતો જોવા મળતો અને બંનેનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. તેમજ તારક મહેતાના શો સિવાય મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી લોકપ્રિય છે. બબીતાજીની ભૂમિકામાં તમે મુનમુન દત્તાને શોમાં જોઈ છે, પરંતુ શું તમે જાણો છો કે તારક મહેતા કા શો સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની બબીતાજી ફિલ્મોમાં પણ જોવા મળી છે. જાણો તે ફિલ્મો વિશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની બબીતાજી ફેમ મુનમુન દત્તા ઘણી ફિલ્મોમાં દેખાય ચૂકી છે, જેમાં વર્ષ 2005માં આવેલી કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’ છે. તે સિવાય મુનમુન દત્તા પૂજા ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હોલિડે ’(Holiday)માં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ વર્ષ 2006માં આવી હતી. વર્ષ 2018માં તેણે ફિલ્મ ‘ધ લિટિલ ગોડસે’ માં કામ કર્યું હતું. આ બધા સિવાય મુનમુને બે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેનું નામ- ‘મુન ગાંઘી નુહેન’ અને ‘અમર આકાશ મેઘ બ્રિસ્ટી’ છે.

મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2004માં ‘હમ સબ બારાતી’ (Hum Sab Baraati) શોથી કરી હતી. તેમાં જેઠાલાલ ફેમ દિલીપ જોશી પણ હતો. જો કે, મુનમુન વર્ષ 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ બની હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!