Bhavnagar
એક ગુજરાતી પત્રકાર બન્યો મુખ્યમંત્રીનો ચહેરો : ઈસુદાન ગઢવી AAPનો CM પદનો ચહેરો જાહેર

મિલન કુવાડિયા
- દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી, 16.48 લાખ લોકોએ સરવેમાં મત આપ્યો અને ઇસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે પરંતુ કોંગ્રેસ અને AAP ની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું ત્યારે AAP એ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છે, ઇશુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં યોજના નામના કાર્યક્રમમાં જોડાયા હતા 2005 માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા 2007 થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું 2011 થી 2015 દરમ્યાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા બાદમાં 2015 માં VTV માં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા ઇસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા એમાંય તેમનો રાત્રિના 8 થી 9 વાગ્યાનો ‘ મહામંથન શો લોકોમાં ભારે લોકપ્રિય હતો ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ મહામંથનથી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા ઇક્ષુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામ સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી જોકે બાદમાં તેઓએ VTV ના એડિટર પદેથી રાજીનામું આપી AAP નું ઝાડુ પકડ્યું હતું 1 જુલાઈ 2021ના રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઇ 2021 ના રોજ તેઓ AAP માં જોડાયા હતા ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા