Sihor
સિહોર ખાતે લાયન્સ કલબ અને રણછોડદાસજીબાપુ હોસ્પિટલ દ્વારા યોજાયેલ નેત્ર કેમ્પમાં 100 દર્દીઓની આંખ સારવાર કરવામાં આવી
30 દર્દીઓને આધુનિક રીતે ઓપરેશન કરવામાં આવશે, અત્યાર સુધીમાં સિહોર અને તાલુકામાં 2000 લોકોને આંખની સારવાર કરવામાં આવી
પવાર
માનવ સેવા એજ પ્રભુ સેવા સાથે સિહોર ખાતે આજરોજ લાયન્સ કલબ અને રણછોડદાસજીબાપુ હોસ્પિટલ આયોજિત નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં શ્રી રણછોડદાસજી હોસ્પિટલ – રાજકોટના ડોકટરોની ટિમ દ્વારા કુલ 100 થી વધુ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવેલ અને મોતીયોના 30 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવેલ .
આ કેમ્પમાં ડો પ્રજાપતિ, ડો શ્રીકાંત દેસાઈ, ડૉ.પ્રશાંત આસ્તિક, જયેશભાઈ ધોળકિયા, ઉદયભાઈ વસાણી, ડૉ.કલ્પેશ ગોસ્વામી, અશોકભાઈ ઉલવા, પ્રદીપભાઈ કળથીયા, મહેશભાઈ પરમાર, અનિલભાઈ ત્રિવેદી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા રણછોડદાસજીબાપુશ્રીનાં જીવન સંદેશ મૂજે ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલના તથા મરીજ મેરે ભગવાન હૈ”ના દિવ્ય અને અમૂલ્ય વચનોને સાર્થક કરીને ગરીબ અને જરૂરીયાતમંદ લાખ્ખો દર્દીઓનાં અત્યાર સુધીમા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે
શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પોનું આયોજન કરીને ગરીબ અને જરૂરીયાતમંદ લોકોનાં મફત આંખના ઓપરેશન કરીને આંખોની દિવ્યગુરૂદ્રષ્ટિ રૂપી આંખોની નવી રોશની આપવામાં આવે છે ત્યારે આ મેગા કેમ્પ આજે સિહોર ખાતે યોજાયો હતો જેમાં 100 થી વધુ દર્દીઓની આંખ સારવાર કરવામાં આવી હતી