Connect with us

festival

ભવાઇ કલા સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારની સાંસ્કૃતિક ધરોહર ભવાઇ કલા

Published

on

ભવાઇ કલા સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારની સાંસ્કૃતિક ધરોહર ભવાઇ કલા


દેવરાજ
આદ્યશક્તિના પર્વમાં ઉત્સાહની અભિવ્યક્તિ રૂપે નવ દિવસ દરમિયાન માતાજીની સ્તુતિ ગાન સાથે ગામડે ગામડે રાસ ગરબાની રમઝટ બોલે છે. અને નવરાત્રી ઉત્સવની પુરાતન વિશિષ્ટતા રૂપે સિહોર તાલુકાના સર ગામ સહિત ઘણા ખરા ગામડાઓમાં સાંસ્કૃતીક કલા દર્શાવવા પુરાતન સમયથી “ભવાઇ લોકકલા” જે પારંપારીક રીતે દરેક ગામોમાં વર્ષોથી સાત્વીક મનોરંજન રૂપે ભજવાઈ રહી છે જે આપણું સાંસ્કૃતિક ગૌરવ છે.આપણી પરંપરાગત સંસ્કૃતિક ધરોહર સમી ભવાઇની અત્યંત પુરાતન લોકકલા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. વર્ષો પહેલા સિહોર સહિત આપણા જિલ્લાના દરેક ગામડાઓમાં નવરાત્રી દરમિયાન ભવાઈનો સાત્વિક મનોરંજન ભજવામાં આવતુ સમય જતા સિનેમા, ટી.વી.સહીત ડિજિટલ મનોરંજનના અત્યાધુનિક માધ્યમોના વધતા વ્યાપને કારણે વર્તમાન સમયમાં ભવાઈ કલા લુપ્ત થતી જાય છે. તેમ છતાં આપણા ઘણા ખરા ગામડાઓએ હજુ માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે આપણા પરંપરાગત ભવાઈ અને રામલીલાના રંગમંચને જીવંત રાખી છે. નવરાત્રિ પર્વ દરમિયાન ગામડે ગામડે મુખ્ય ચોકમાં ગરબી સ્થાપન કરી આરતી-સ્તુતી બાદ સાત્વિક મનોરંજન સ્વરૂપે ભવાઇ કલામાં એક જ પરદાનાં તખ્તા પર પૌરાણીક, ઐતીહાસીક, ધાર્મિક અને સામાજીક કથાનકોને સરળ ભાષા શૈલી રજુ કરાઇ છે. ભવાઈ નાટકોની આપણી અતિ પ્રાચિન પરંપરાગત લોક કલા હવે લુપ્ત થતી જાય છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!