Bhavnagar
સિહોર હનુમાનધારા સેવાસમિતિ દ્વારા મહાપ્રસાદ
સિહોર હનુમાનધારા સેવાસમિતિ દ્વારા મહાપ્રસાદ
પવત
સિહોર શ્રી હનુમાન ધારા સેવા સમિતિ દ્વારા વર્ષો ની પરંપરા મુજબ ભાદરવી સોમવતી અમાસ ના રોજ સિહોર ખાતે આવેલ પૌરાણીક, એતિહાસિક,સાથોસાથ ભાતીગળ મેળા માં આશરે 25000 થી વધુ શ્રદ્ધાળુઓ જિલ્લાભર તેમજ દેશ દેશાવર થી શ્રીનવનાથ મહાદેવજી પરિક્રમા સાથે બ્રહ્મકુંડ ખાતે પિતૃતર્પણ તેમજશ્રી હનુમાનધારા મંદિર ખાતે શ્રી હનુમાનજી મહારાજ ,શ્રીશનિદેવ મહારાજ,આદ્ય શક્તિ શ્રીઅંબા માતા ના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.ત્યારે સિહોર શ્રી હનુમાનધારા સેવા સમિતિ દ્વારા આશરે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુ ઓ એ મહાપ્રસાદ(ભોજન) નો લાભ લીધો હતો. શ્રી હનુમાનધારાસેવા સમિતિ ના આદરણીયશ્રી અશ્વિનભાઈ ગોરડિયા,રજનિકાંતભાઈ ગોરડિયા,મહેશભાઈ લાલાણી,નરેન્દ્રભાઈ ગોરડિયા,સહિત સ્વયંમસેવકો કાર્યકર્તા ભાઈઓ, બહેનો એ સેવાઓ આપી ધન્ય બન્યા હતા.