Bhavnagar
સિહોર વિદ્યામંજરીમાં અભ્યાસ કરતાં ઘો.૯ અને ૧૦ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા ન્યાય મંદિરની મુલાકાત લીઘી
સિહોર વિદ્યામંજરીમાં અભ્યાસ કરતાં ઘો.૯ અને ૧૦ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા ન્યાય મંદિરની મુલાકાત લીઘી
દેવરાજ
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ-વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં ઘોરણ-૯ અને ૧૦ (સ્ટાર ક્લાસ)નાં ૯૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ સિહોર પોલીસ સ્ટેશન તેમજ ન્યાય મંદિરની મુલાકાત લીઘી હતી, શાળાનાં વિદ્યાર્થીઓને સિહોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા હથિયાર રૂમ, કન્ટ્રોલ રૂમ, સ્ટોર રૂમ તેમજ લોક-અપ વગેરે બતાવીને તેના વિશે માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું, તેમજ ટ્રાફીકના નિયમો, વિવિધ ગૂનાઓ તથા તેમની જોગવાઈઓ તેમજ સજાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના મનમા ઉદ્દભવતા પ્રશ્નોની પણ ઉપસ્થિત કર્મીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઊપરાંત ”પોલીસ આ૫નો મિત્ર છે” આ સૂત્ર બાબતે ચર્ચા કરીને વિદ્યાર્થીઓમાં રહેલ પોલીસ પ્રત્યેનો ડર દૂર કરવાનાં પ્રયત્ન કર્યા હતાં. આ દરમિયાન સિહોર પોલીસ સ્ટેશન દ્વારા મુલાકાત લેનાર વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. શાળાનાં વિદ્યાર્થીઓની ત્યારબાદ સિહોર ન્યાય મંદિરની મુલાકાત કરાવી હતી, જ્યાં તેમને કોર્ટ રૂમ દ્વારા થતી વિવિઘ કામગીરી વિશે જજ સાહેબ અને વકીલો દ્વારા વિસ્તૃત સમજણ આ૫વામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શાળાના શિક્ષકો અને આસિસ્ટન્ટ બહેનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.