Health
સિહોરમાં તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડના ચેકીંગમાં 06 દુકાનધારકો ઝપટે ચડયા
સિહોરમાં તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડના ચેકીંગમાં 06 દુકાનધારકો ઝપટે ચડયા
સિહોરના પાન ગલ્લા, પાર્લરોમાં તંત્રની તપાસ, વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી દંડની વસુલાત કરાઈ
પવાર
સિહોરમાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.ત્યારે તમાકુ નિયંત્રણ સ્કાવડ દ્વારા 06 દુકાનધારકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી ને દંડની વસુલાત કરવામાં આવી હતી. તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટનું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ સિહોર ખાતે શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી 06 જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે. અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુનું વેચાણ/ ખરીદી એ દંડનીય ગુનો છે. અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.એવું લખાણ સાથે નિદષ્ટ આરોગ્ય-વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ બીડી, સિગારેટમા 85% ભાગમાં ”તમાકુ જીવલેણ છે. ”તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે. તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસર,પોલીસ વિભાગ,કાઉન્સેલર જોડાયા હતા.