Bhavnagar
સિહોરની સેવાભાવી સંસ્થા “ભગવાનનું ઘર” ખાતે દાતાશ્રી હીરાભાઈ સચદેવા દ્વારા કીટ વિતરણ તેમજ મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો
સિહોરની સેવાભાવી સંસ્થા “ભગવાનનું ઘર” ખાતે દાતાશ્રી હીરાભાઈ સચદેવા દ્વારા કીટ વિતરણ તેમજ મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો
દેવરાજ
સિહોરનાં કંસારા બજાર ખાતે આવેલ ભગવાનનું ઘર સંસ્થા છેલ્લાં કેટલાય વર્ષોથી સામાજિક કાર્ય કરતી આવી છે, અનેક દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી આ સંસ્થામાં વહેતી હોય છે, ત્યારે આજરોજ આદરણીય વડીલ શ્રી હીરાભાઈ સચદેવા દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને એક જોડી કપડાં તેમજ બહેનો માટે સાડી, ટુવાલ, સાબુ, નેપકીન સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત સૌ લાભાર્થીઓ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દાતાશ્રીના સહયોગથી સહયોગી શ્રી કૌશલભાઈ પટેલ, શ્રી ભાવિનભાઈ પટેલ, શ્રી ધર્મેશભાઈ પટેલ, શ્રી શાંતિભાઈ રાજપુરા, શ્રીમતી જયશ્રીબેન તથા જગદીશભાઈ લંગાળિયા, શ્રીમતી આશાબેન લંગાળીયા, અભિષેકભાઈ સોની તેમજ અન્ય સૌ સહયોગીઓનાં હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી હીરાભાઈ સચદેવા તરફથી લાભાર્થીઓને દક્ષિણારૂપે આર્થિક સહાય પણ કરવામાં આવી હતી. ભગવાનનું ઘર સંસ્થા વતી શ્રી મુકેશભાઈ વોરા, શ્રી મનુભાઈ ચાવડા, શ્રી જયદત્ત ભાઈ જાની, શ્રી ભુપતભાઈ વાળા, શ્રી મહેશભાઈ કળથિયા તથા વ્યવસ્થાપક શ્રી આશિષભાઈ ભટ્ટ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જાનકીબેન ગોરડીયા, સહિત રસોઈ કરતા બહેનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી શરદભાઈ ભુતા તેમજ પત્રકાર શ્રી હરીશભાઈ પવાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા