Gujarat
સિહોરની શાન સમાન ધરોહર બ્રહ્મકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું : શહેરના અનેક મહાનુભાવોએ કિંમતી સમય ફાળવી શ્રમદાન કર્યું
સિહોરની શાન સમાન ધરોહર બ્રહ્મકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું : શહેરના અનેક મહાનુભાવોએ કિંમતી સમય ફાળવી શ્રમદાન કર્યું
પવાર
સિહોર શહેરમાં ગંદકી એ મોટી ગંભીર સમસ્યા છે. સ્વચ્છતા જાળવવા પ્રજા અને તમામ સેવાકીય લોકો હવે મેદાને આવ્યા છે. શહેરની શાન સમાન ધરોહર બ્રહ્મકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું ઉપસ્થિત એકજૂઠ થઇ સૌએ કચરાનો નિકાલ કરવાની સરાહનીય કામગીરી કરી છે. સિહોરની શાન ગણાતા એવા પૌરાણિક બ્રહ્મકુંડમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હતું. ત્યારે બ્રહ્મકુંડમાં ફેલાયેલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સેવાભાવી સંસ્થા અને જાગૃત નાગરિકો દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. અહીં સૌને એક અપીલ છે કે બ્રહ્મકુંડમાં કચરો નાખતા અટકો અને અન્ય લોકોને પણ અટકાવો. આસ્થાની સાથે-સાથે લોકો સ્વચ્છતા જાળવે તે પણ અગત્યનું હોય છે. હાલ આ બ્રહ્મકુંડ પુરાતન વિભાગ હસ્તક છે. હાલમાં અમાસ મંડળ બ્રહ્મકુંડ પ્રત્યે વિશેષ કાળજી દાખવે છે. બ્રહ્મકુંડની ચોખ્ખાઇ જળવાઇ રહે તે માટે આપણા સૌની જવાબદારી સાથે ફરજ બને છે..