Connect with us

International

વિશ્વમાં શાંતિ સ્થાપન માટે વિચારોમાં શુધ્ધિ આવશ્યક : પૂ. મોરારીબાપુ

Published

on

જયશ્રી રામ : યુનોમાં પૂ. મોરારીબાપુની રામકથા



વિશ્વમાં શાંતિ સ્થાપન માટે વિચારોમાં શુધ્ધિ આવશ્યક : પૂ. મોરારીબાપુ



પેટા
અમેરિકા સ્થિત યુએનઓનાં હેડ કવાર્ટરમાં રામકથાનું જાજરમાન આયોજન : રામકથામાં યોગગુરૂ બાબા રામદેવજી, લેખક સુમન શાહ તથા મોટીવેશનલ વકતા જય વસાવડાની ઉપસ્થિતિ


સમગ્ર ભારત અને આધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે કે તા.27 જુલાઈથી પૂજ્ય મોરારીબાપુની રામકથાનો યુનોમાં પ્રારંભ થયો છે. વિશ્વમાં સત્ય પ્રેમ અને કરુણાના સંદેશને ફેલાવવાના હેતુથી પૂજ્ય મોરારીબાપુ યુનોમાં કથા યોજાઇ છે. પૂજ્ય બાપુની આ 940મી રામકથા છે. જે નવ દિવસ સુધી અમેરિકા સ્થિત યુએનઓના હેડ ક્વાર્ટરમાં યોજાઇ છે. પશ્ચિમના દેશો અને એક અર્થમાં જોઈએ તો સમગ્ર વિશ્ર્વ શાંતિ, સૌહાર્દ, પરસ્પર પ્રેમ અને સદભાવની અપેક્ષા રાખે છે જે રામચરિત માનસ જેવા ગ્રંથ દ્રારા પ્રાપ્ત થાય છે. વિશ્વના અનેક દેશો વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ છે હિંસાનો માહોલ છે એ સમયે પૂજ્ય બાપુની રામકથા દ્વારા પરસ્પર પ્રેમ શાંતિ અને કરૂણાનો સંદેશ બહુ મહત્વનું યોગદાન બની રહેશે.
આખું વિશ્વ જ્યારે વિવિધ ભાગમાં વહેંચાઈ ગયેલું છે, મારા તારામાં રત છે તે સમયે ભારતના શાસ્ત્રો, ભારતના ઋષિમુનિઓ કહે છે કે મારા -તારાની વાત છોડો અને વસુધૈવ કુટુમ્બકમની વિચારધારાને અનુસરો. યુનોની વિશ્વસંસ્થા પણ આ માટે પ્રયત્નશીલ છે. પૂજ્ય બાપુએ કથાનાં પ્રારંભમાં કહ્યું હતું કે જો વ્યક્તિના વિચારો ફક્ત 33 ટકા પણ જો સદ્દ વિચાર બને, વાણી સદ્ધ વાણી બને અને આચાર પણ જો 33 ટકા સદાચાર બને તો મને લાગે છે કે વિશ્વમાં  વધુ શાંતિ સ્થપાય. જો વિશ્વમાં શાંતિ સ્થપાય એવું આપણે ઇચ્છતાં હોઈએ તો સૌ પ્રથમ તો આપણા વિચારોમાં શુદ્ધિ આવે. 
ન્યુયોર્ક ખાતે યુનોના વડા મથક પર યોજાયેલ રામકથામાં આજે પૂજ્ય મોરારિબાપુએ ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. આજની બીજ દિવસની રામકથામાં યોગગુરૂ પૂજ્ય બાબા રામદેવજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જાણીતા ગુજરાતી સાહિત્યકાર સુમન શાહ, મોટીવેશનલ વકતા જય વસાવડા અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતા.