Gujarat
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ થયેલું ફરિયાદ બાદ સિહોર નગરપાલિકા દ્વારા અંતે બાવળ કપાવવાની કામગીરી હાથ ધરી
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ થયેલું ફરિયાદ બાદ સિહોર નગરપાલિકા દ્વારા અંતે બાવળ કપાવવાની કામગીરી હાથ ધરી
પવાર
સિહોર નગરપાલિકા અંધેર તંત્રની અનેક ફરિયાદો ઉઠી હતી ત્યારે રામભરોસે ચાલતું ચીફ ઓફિસર ભટ્ટ અને સેનેટરી ઇન્સ્પેકટરની વિરુદ્ધ માં અનેક ફરિયાદો ઉઠી હતી સરકાર વિકાસ ના કામો માટે કરોડો ની ગ્રાન્ટ ફળવાય છે અને સ્વચ્છતા અભિયાન ની વાતો કાગળ ઉપર જ હોય છે અને ઠેર ઠેર ઉકરડા,ગંદકી ને લઇ ગટરો ઉભરાય છે અને આગામી શ્રાવણ માસ નજીકને લઇ સિહોર નું સુપ્રસિદ્ધ સ્વયંભુ શ્રી ગૌતમેશ્વર મહાદેવ જવાના મુખ્ય રસ્તા ઉપર બન્ને સાઈડ માં વિશાળ બાવળ અને ગૌતમી કુંડ ગંદકી, લીલ સહિત થી ભરાયેલ હોય જે અંગે સિહોર ના સામાજીક કાર્યકર ,પત્રકાર હરીશ પવાર દ્વારા સિહોર મામલતદાર કચેરી ખાતે નગરપાલિકા અંગે ની લેખિત મુખ્યમંત્રીસ્વાગત ફરિયાદ માં રજૂઆત ના અંતે સ્વાગત ફરિયાદ ના અધ્યક્ષ પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળાએ ચીફ ઓફિસર ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેકટર કેતન ચૌહાણ સ્થળ ઉપર ખખડાવી જણાવેલ કે તાત્કાલિક ધોરણે બાવળ હટાવવા ની કામગીરી કરવા ના આદેશ ને લઇ છેલ્લા બે દિવસ થી સિહોર ભૂતનાથ મહાદેવ થી ગૌતમેશ્વર તળાવ રોડ સુધી ના બાવળ કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી.