Connect with us

Gujarat

દેશના બંધદ્વાર ; જોજો અટવાતા નહીં ! આવતીકાલે ભારત બંધનું એલાન

Published

on

દેશના બંધદ્વાર ; જોજો અટવાતા નહીં ! આવતીકાલે ભારત બંધનું એલાન


અનામત બચાવ સંઘર્ષ સમિતીએ 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે, સિહોર ભાવનગર બંધના મેસેજ પણ વાઇરલ થયા


પવાર
SC/ST અનામતમાં ક્રીમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતીએ 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધને અન્ય અનેક સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે. આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. બંધના સમર્થકોએ કહ્યું છે કે એસટી અને એસસી માટે અનામતના વર્ગીકરણના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું છે. બંધના સમર્થકોએ કહ્યું છે કે સદીઓથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે. એસટી અને એસસી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે. તેમણે કહ્યું કે ખાનગી સંસ્થાઓમાં અનામત ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં આપણા મોટાભાગના બાળકો શૈક્ષણિક, રાજકીય અને સામાજિક રીતે પાછળ છે. સુપ્રીમ કોર્ટે SC/ST અનામતમાં ક્રીમી લેયર બનાવવાની મંજૂરીના વિરોધમાં બંધનો નિર્ણય લેવાયો છે. ભારત બંધનું એલાન આપનાર સંગઠનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાની પોલીસ અને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. બંધ દરમિયાન હિંસા અને અશાંતિની સ્થિતિનો સામનો કરવા માટે પોલીસ દળ તૈયાર છે. પોલીસ વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવા વિસ્તારોમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, અનામત બચાવો સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે તેમનો ભારત બંધ શાંતિપૂર્ણ રીતે યોજાશે.


વાઇરલ થયેલા મેસેજ

ભાવનગર તારીખ : 21/08/2024 ના રોજ વેપારીઓ ભાવનગર બંધ પાળવા વિનંતી… નમસ્કાર, આપ સૌને જાહેર નમ્ર અપીલ કે SC, ST વર્ગના આરક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા બંધારણ વિરૂધ્ધ આપેલા ચુકાદના વિરોધમાં ભારતના આગેવાનોએ મળીને બંધારણના દાયરામાં રહીને તા. 21/08/2024 ના એક દિવસ માટે ” ભારત બંધ ” પાળવાનું એલાન આપેલ છે. તો ભાવનગર જિલ્લાના વેપારીઓ, નોકરીયાત તેમજ મજુર તમામ લોકો આપ સૌ બંધ પાળી, પળાવવામાં સાથ અને સહકાર આપવા આથી જાહેર નમ્ર અપીલ કરવામાં આવે છે.

લિ : ભાવનગર જિલ્લા ST, SC સમાજ

Continue Reading
Advertisement
error: Content is protected !!