Connect with us

Gujarat

તળાજાના પીંગળી ગામના ખેડૂત નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

Published

on

તળાજાના પીંગળી ગામના ખેડૂત નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ




લીંબૂ,પપૈયા,સરગવો અને રીંગણાની પ્રાકૃતિક ખેતી થકી વિઘાદીઠ દોઢ થી બે લાખની આવક સહેલાઈથી મેળવી રહ્યાં છે




પવાર
એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા તળાજા તાલુકાના પીંગળી ગામના એક ખેડૂત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાકનું બજારમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે. પીંગળી ગામના ખેડૂત શ્રીનારશંગભાઈ મોરી આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ દોઢ થી બે લાખની આવક મેળવે છે.આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.ગાય આધારિત ખેતીમાં તેવો ગાયનું છાણ,ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.તેમનું ઉત્પાદન થયેલો પાક બજારમાં લઈ જઈ તેમનું વેચાણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે

error: Content is protected !!