Bhavnagar
કરદેજ ખાતે કેશવ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરાયું – સંતોના હસ્તે પેટ્રોલપંપ ખુલ્લો મુકાયો


કરદેજ ખાતે કેશવ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરાયું – સંતોના હસ્તે પેટ્રોલપંપ ખુલ્લો મુકાયો


કુવાડીયા
ભાવનગરના કરદેજ ગામે કેશવ ફાર્મ પાસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીનો કેશવ પેટ્રોલિયમનું શુભ ઉદ્ઘાટન જન્માષ્ટમીના દિવસે સોમવારે સવારે ૯ : ૧૫ કલાકે રાખવામાં આવેલ.આ કેશવ પેટ્રોલિયમ નું ઉદ્ઘાટન શ્રી રવુંબાપુ વાંકીયા હનુમાન, શ્રી જીણારામ બાપુ મોંઘીબા જગ્યા, શ્રી રામબાપુ ઠાકર દ્વારો ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન ભાવનગર સાંસદ અને કેન્દ્રીય રાજયકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયા, રાજયકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ મંત્રી રઘુભાઈ હૂંબલ, પૂર્વ ડાયરેક્ટર જી.આઈ.ડી.સી પેથાભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મયાણી, આહીર સમાજના પ્રમુખ રામભાઈ સાંગા સહિતના આગેવાનો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહીને કેશવ પેટ્રોલિયમના નારૂભાઈ સાંમતભાઈ ખમલ અને રામભાઈ જીવાભાઈ ખમલ તેમજ ખમલ પરિવાર ને શુભેચ્છાઓ પાઠવીને અભિનંદન સાથે સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા

