International
વિયેતનામ પહોંચ્યા ભારતીય નૌકાદળના બે જહાજ બંને દેશો વચ્ચેના મજબૂત થશે સંબંધો
ભારતીય નૌકાદળના બે જહાજો શિવાલિક અને કામોર્ટા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ કાર્યક્રમો માટે વિયેતનામના હો ચી મિન્હ સિટી પહોંચ્યા. બંને જહાજો દક્ષિણ ચીન સાગરમાં તૈનાત છે. મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળ અને વિયેતનામ પીપલ્સ નેવી વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય નૌકાદળના બે જહાજો સહ્યાદ્રી અને કદમત્તે પણ હો ચી મિન્હ સિટીની મુલાકાત લીધી હતી.
જહાજોની મુલાકાત ભારત અને વિયેતનામ વચ્ચેના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠ નિમિત્તે બંને નૌકાદળો વચ્ચે મજબૂત સંબંધો સ્થાપિત કરશે તેમજ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધારશે. જો કે, આનાથી ચીન માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ચીન દક્ષિણ ચીન સાગરમાં પોતાની ગતિવિધિઓથી અન્ય દેશોને સતત પરેશાન કરી રહ્યું છે.