Sports
50 વર્ષની ઉમરે આજે પણ સચિનના શોટ્સ યંગસ્ટર જેવા જ!
આજકાલ જુના સ્ટાર્સ એટલે કે ઘણા દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સતત પોતાનો જાદૂ વિખેરતા જોવા મળી રહ્યા છે. રોડ સેફટી સીરીઝની બીજી સીઝન ચાલી રહી છે અને રીટાયર્ડ ક્રિકેટર્સ આમાં પોતાની છાપ ફરી છોડતા જોવા મળે છે. ટુર્નામેન્ટની 14મી મેચમાં પણ કંઈક આવું જ બન્યું, જ્યારે ઇન્ડીયા લીજેન્ડ્સની ટીમે ઇંગ્લેન્ડ લીજેન્ડ્સને 40 રનથી માત આપી. વરસાદને કારણે પ્રભાવિત થયેલો આ મુકાબલો 15-15 ઓવર જ રમવામાં આવ્યો. આ મેચમાં ઇન્ડિયા લીજેન્ડ્સનાં કેપ્ટન સચિન તેંદુલકર અને સિક્સર કિંગ યુવરાજ સિંહે અંગ્રેજ બોલર્સને ધૂળ ચટાવી દીધી.
ઇંગ્લેન્ડનાં કેપ્ટન ઇયાન બેલે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો અને 15 ઓવરની આ મેચમાં ભારતનાં કેપ્ટન સચિન અને તેમના સાથી નમન ઓઝાએ જબરદસ્ત શરૂઆત કરી. બંનેએ માત્ર 34 બોલ્સ પર જ 65 રનની ભાગીદારી કરી. ખાસ વાત તો એ રહી કે આ મેચમાં 49 વર્ષીય સચિન તેંદુલકરે પોતાના જુના અંદાજમાં આકર્ષક શોટ્સ ફટકાર્યા. તેમણે પોતાના આ દાવમાં 200ની સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 40 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોક્કા અને ત્રણ સિક્સર સામેલ હતા.
શરૂઆત તો સચિને કરી હતી પણ તેને અંજામ આપ્યો સિક્સર કિંગ નામથી ફેમસ યુવરાજ સિંહે. 107 રન પર મિસ્ટર આઈપીએલ નામે ઓળખાતા સુરેશ રૈનાની વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યા યુવરાજ સિંહ. પહેલા ચાર બોલ પર તેમણે ચાર સિંગલ લીધા અને ત્યાર બાદ પાંચમા બોલ પર ડર્નબેચ પર ગગનચુંબી સિક્સર ફટકારી. પછી થોડા ખામોશ થઇ ગયા અને 9 બોલ પર 12 બનવ્યા બાદ ઇંગ્લેન્ડનાં સ્ટુઅર્ટ મીકરને પોતાનો નિશાનો બનાવ્યા. તેમણે 14મી ઓવરમાં બે સિક્સર ફટકારી દીધી.
દાવની છેલ્લી ઓવરમાં પણ યુવરાજ સિંહે 2 સિંગલ અને એક ચોક્કો સહીત 6 રન લીધા. તેમણે 15 બોલનાં પોતાના આ દાવમાં 31 રન બનાવ્યા જેમાં 1 ચોક્કો અને ત્રણ સિક્સર સામેલ હતા. યુવીએ પોતાના જુના અંદાજમાં 206ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.