Uncategorized
સિહોર સિપાઈ સમાજ અને શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
સિહોર સિપાઈ સમાજ અને શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
તેજસ્વી તારલાઓ સન્માન,નોટબુક વિતરણ તેમજ મહાનુભાવોનો સન્માનિતને સન્માન કરાયા
પવાર
સિપાઈ એટલે રાજાશાહી વખત નું રાજ્યના રક્ષણ કરનાર અને બહેન ,દીકરીઓ, માતાઓનું રક્ષા કરનાર વિશ્વાસુ,વફાદાર, નિષ્ઠાવાન,સિપાઇ તરીકે ની ઓળખ એટલે તલવાર. પણ સમયની સાથે ચાલનાર સિપાઈ સમાજ શિક્ષણ સાથે આગવું કાઠું કાઢ્યું છે ત્યારે સિહોર સિપાઈ સમાજ દ્વારા શિક્ષણ સમિતિ દ્વારા યકિંનશા બાગ અને સમાજની વાડી ખાતે સમાજ ના તેજસ્વી તારલા ઓ નું પ્રોત્સાહન માટે સન્માનિત ઈનામ વિતરણ સાથે અનોખો રીતે સન્માન કાર્યક્રમ સાથે ,સમાજના વિવિધ સરકારી વિભાગમાં નિયુક્ત,તેમજ સિદ્ધિ ઓ હાંસલ કરનાર સન્માન સાથે સમાજના દાતા શ્રી ઓ સહિત નાઓ સહિત સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ માં સમાજના જિલ્લા તેમજ ગુજરાતભરના હોદેદારો, આગેવાનો, મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, વડીલો, દાતાશ્રીઓ સહિત સ્ટેજ ઉપર મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો.તેમજ સમાજ ના વિદ્યાર્થી ભાઈ બહેનો ને 1 થી 3 સુધી નંબર મેળવનાર પ્રોત્સાહિત કરેલ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ ને ડોકટર,એન્જિનિયર ,વિગેરે અભ્યાસ માટે રાજ્ય સરકાર તેમજ વધુ જરૂરીયાતમંદ માટે સમાજ પણ આરોગ્ય,શિક્ષણ સહિત માં સહકાર આપશે.તેમજ સ્ટેજ ઉપર થી મહાનુભાવો એ એક સારી ટકોર કરી હતી સપોટદાર બનો એડિટર નહિ…આ શબ્દો માં બધું આવી ગયું સમાજ સાથે સંગઠન સાથે સહકારથી કામ કરીએ પણ ખોટા વાદ વિવાદ કે સવાલો ઉભા ન કરી સમાજ ના સાથે જોડાવ પણ જેઓ સમાજ માટે કામ કરે છે તેઓ ને પ્રેરકબળ પૂરું પાડો…તેઓ ની વિરુદ્ધ માં અદેખાઈ ન કરવી જોઈએ આ સાથે નોટબુક સહિત નું પણ વિતરણ થયું…જેમાં સમાજના પ્રમુખ રસીદ ભાઈ પઢીયાર,શિક્ષન સમિતિ ના પ્રમુખ સમીર બેલીમ સમાજના હોદેદારો યુવાનો સહિત આ કાર્યને સફળ બનાવેલ હતો