Connect with us

Uncategorized

એસીપી પ્રદીપસિંહ જાડેજાએ વચન આપ્‍યું કે હું તને ગુમાવેલ બધુ પરત અપાવીશ

Published

on

એસીપી પ્રદીપસિંહ જાડેજાએ વચન આપ્‍યું કે હું તને ગુમાવેલ બધુ પરત અપાવીશ


ફરિયાદીના પત્‍નિએ હૈયાફાટ રૂદન કરતા જણાવ્‍યું કે અમારી આખી જિંદગીની કમાણી ચાલી ગયેલ છે : સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સેકટર વડા નિરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેની સાથે પીઆઇ દીપક ઉનડકટ ટીમે અથાગ મહેનત કરી ગુન્‍હો શોધવા સાથે મુદ્દામાલ કોર્ટેમાંથી પરત પણ અપાવ્‍યો, પોલીસનો આવો ચહેરો પણ છે

બરફવાળા
માનવીય અભિગમ ધરાવતા પોલીસ અઘિકારીઓ અને સ્‍ટાફનો સંગમ થાય તો તેના કેવા શ્રેષ્ઠ પરિણામ આવે અને પોલીસની અને રાજ્‍ય સરકારની છબી પણ લોકોમાં કેવી સરસ ઉપસે તેનું એક ઉત્તમ ઉદાહરણ અમદાવાદ પોલીસ દ્વારા પૂરું પાડવામાં આવેલ છે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક પ્રજાલક્ષી નિર્ણયો માટે જાણીતા છે, એક સ્‍થાને વર્ષોથી ચીટકી રહેલ અમદાવાદના ઇતિહાસમાં કદી ન થયેલ હોય તે રીતે પ્રજા હિતમાં સાફ સફાઈ કરનાર આ સિનિયર આઇપીએસ જેવું જ વલણ ઇન્‍ચાર્જ સેકટર વડા નીરજ બડ ગુજ્જર ધરાવે છે, અધૂરામાં પૂરું ડીસીપી રવિ સેનીનાં આવા વલણ સાથે આ ઝોનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તો ગુજરાતભરમાં પોતાના માનવીય અભિગમ માટે ખૂબ જાણીતા સાથે તેમના વિષે, તેમની માનવતા અંગેનાં કિસ્‍સાઓતો વાયરલ છે, આવા અધિકારીઓની ટીમ પાસે કોઈ માનવીય વાત આવે અને તે ટીમમાં પીઆઇ દીપક ઉનડકટ જેવા કાર્યદક્ષ પીઆઇ હોય ત્‍યારે પીએસઆઈ એસ. આઈ.પટેલ ટીમનો કાર્ય કરવાનો ઉત્‍સાહ વધી જાય એ સ્‍વભાવિક છે, તો ચાલો મુળ વાત તરફ આગળ વધીએ. ફરિયાદી જીઓ કંપનીમાં સામાન્‍ય નોકરિયાત હોય, તેઓના ઘરમાં માતબર રકમની ઘરફોડ ચોરી થતાં, ફરિયાદી તથા તેમની પત્‍ની ખૂબ જ ચિંતિત થઈ ગયેલ હતા. એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તેઓના ઘરની વિજીટ કરવામાં આવી ત્‍યારે, ફરિયાદી ની પત્‍નીએ પોતાના કુટુંબની જીવનભર ની કમાઈ હોવાનું જણાવી, રડવા લાગેલ હતી. તેઓને સાંત્‍વના આપી, પોલીસ દ્વારા મહેનત કરીને ગુન્‍હો શોધી, આરોપીઓ પકડી, સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ પરત લાવવા માટે ખાત્રી આપેલ હતી…સંજોગો વસાત મણિનગર પોલીસ ટીમ દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરવા સાથે યોગ્‍ય દિશાની મહેનત કરવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ આ ગુન્‍હામાં સંડોવાયેલ બે આરોપીઓની ધરપકડ કરી, ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પરત લાવી આપતા, પતિ પત્‍ની પોતાનું માતબર રકમનું સોનું પરત આવતા, ખૂબ જ ખુશ થયા હતા અને મણિનગર પોલીસ સ્‍ટેશન ખાતે પહોંચી, પોતાના સોના ચાંદીના દાગીના જોઈને હર્ષભેર મણિનગર પોલીસ તથા એસિપીનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવેલ હતો….પોલીસ દ્વારા પણ ફરિયાદીને વધુ મદદ કરી, ગુજરાત સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને સામેથી નામદાર કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કરાવી, ફરિયાદીને તાત્‍કાલિક મુદ્દામાલ પરત મળી જાય તેવા પ્રયત્‍નો કરવામાં આવેલ હતા.

error: Content is protected !!