Bhavnagar
સિહોરના હેલિપેડ ગ્રાઉન્ડને શાકભાજીના વેપારીઓએ ઉકરડો બનાવી દીધું : આજે કચરાના ઢગલામાં આગ લાગી
બપોરના સમયે રેસ્ટ હાઉસ સામે આવેલ હેલિપેડ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી : બનાવ સ્થળે કૌશિક રાજ્યગુરુ અને કાફલો દોડી ગયો : અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બનાવીને રાખી દીધી છે : સાફ સફાઈની સૂચનાઓ અપાઈ તે જરૂરી છેસિહોરના રાજકોટ રોડ પર આવેલ રેસ્ટહાઉસ સામે આવેલ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં આગની ઘટના ઘટી છે આજે બપોરના સમયે શહેરના ઉથરેટી તરીકે જાણીતા હેલીપેટ ગ્રાઉન્ડમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક ધુવાડાઓ નીકળવા લાગતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી
બનાવની જાણ થતાં નગરપાલિકા સેનીટેશન સુપરવાઈઝર સમીરભાઈ ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ અને સ્ટાફ ધર્મેન્દ્ર ચાવડા, રાહુલભાઇ, જીગ્નેશભાઈ, સુનીલભાઈ સહિતનાઓ તાત્કાલિક સ્થળે પોહચી પાણીનો છટકાવ કરીને આગ પર ગણતરીની મીનીટોમાં કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે. અહીં ગ્રાઉન્ડની હાલત નગરપાલિકાના ડંપીંગ સ્ટેશન જેવી બની ગઈ છે આ ગ્રાઉન્ડમાં સવારે નવ વાગ્યા સુધી શાકભાજીની હરાજી થાય છે પણ વેપાર કરતા આવતા વ્યાપારી અને દલાલો આખાઈ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે અને જ્યાં ત્યાં કચોરી નાખી દેવાય છે સવારે બે કલાક ધોમ-ધોકાર ધંધો કરી ખંખેરી હાલત થાય તે વાંધો નથી પણ સાફ સફાઈ માટેની સૂચનાઓ અપાઈ તે જરૂરી છે