Sihor
સિહોરના સોનગઢ ગામે ખુલ્લા પ્લોટમાં અચાનક આગ ભભુકી ; ફાયર સમયસર પોહચ્યું, મોટી જાનહાની અટકી
પવાર
સિહોર ફાયરના કૌશિક રાજ્યગુરુ અને ટીમ સમયસર બનાવ સ્થળે પોહચી, મોટી જાનહાની અટકી, ખુલ્લા પ્લોટની બાજુમાં મસ્જિદ આવેલી છે, સ્થાનિક લોકોએ ફાયર વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી
સિહોરના સોનગઢ ગામે આજે સવારે ખુલ્લા પ્લોટમાં કોઈ કારણોસર આગ ભભૂકતા સ્થાનિક લોકોએ સિહોર ફાયર વિભાગના કૌશિક રાજ્યગુરુ અને ટીમને જાણ કરી હતી બનાવને લઈ નગરપાલિકા ફાયર ટિમ સ્થળે દોડી જઈ પાણીનો છટકાવ કરીને આગને ઓલવી હતી. સિહોર નજીક આવેલ સોનગઢ ગામે મસ્જિદ આવેલી છે જ્યાં બાજુમાં ખુલ્લો પ્લોટ રહેલો છે જ્યાં સવારે દસ વાગ્યાના આસપાસ સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી છે બનાવને લઈ સ્થાનિક લોકો એકઠા થયા હતા.
સિહોર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ અને ટિમ તત્કાલ બનાવ સ્થળે દોડી જઈને પાણીનો છટકાવ કરીને આગને તુરંત કાબુમાં લીધી હતી ઉલ્લેખનીય છે ફાયર સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચતા જતા મોટી જાનહાની થતાં અટકી છે સ્થાનિક લોકોએ ફાયર સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. બનાવમાં અન્ય કોઈ જાનહાનિ થયેલ નથી