Sihor
સિહોરના ગુંદાળા સ્થિત આવેલ સ્મશાનમાં રહેલા લાકડાના જથ્થામાં આગ લાગી
દેવરાજ
- સ્મશાનમાં રહેલ લાકડાના જથ્થામાં આગ લાગ લાગતા દોડધામ મચી, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી
સિહોર ખાતે ગુંદાળા સ્થિત આવેલ સ્મશાન ભૂમિમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને આ વિકરાળ બની હતી સ્મશાનમાં રહેલા લાકડાના જથ્થામાં આગ લાગવાની જાણકારી આજુબાજુના લોકોને મળતા તાત્કાલિક અસર એ સ્મશાન ભૂમિમાં આગ ઓલવવા માટે પહોંચી ગયા હતા અને લોકો પાણીનો મારો એકધારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. આગમાં કોઈપણ પ્રકારની નુકસાની કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઉનાળાના આકરા તાપ વચ્ચે વિવિધ સ્થળે આગ લાગવાના બનાવ સતત વધી જશે સિહોરના ગૂંદાળા સ્થિત ખાતે આવેલ સ્મશાનગૃહમાં પડેલા લાકડાના જથ્થામાં આગ ફાટી નીકળી હતી. સ્મશાનમાં કોઈ કારણોસર અચાનક ત્યાં પડેલા લાકડામાં આગ લાગતા જેની જાણ સિહોર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈને થતાં તાત્કાલીક સિહોર નગરપાલિકાને ટેલિફોનિક જાણ કરાતા સિહોર ફાયર સ્ટાફ ભાવિનભાઈ,કૌશિકભાઈ તેમજ કિશન ભાઈ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે અન્ય કોઈ જાનહાની થયેલ નથી આશરે ૨૦૦૦ લીટર પાણી નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે