Sihor
સિહોર ગુંદાળાના કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર કાફલો દોડી ગયો
દેવરાજ
સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલ કચરાના ઢગલા માં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી જવા પામી હતી. આ આગની સૂચના પૂર્વ ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ ને થતા તેને નગરપાલિકા ના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર સાથે સ્ટાફ બનાવના સ્થળે દોડી આવ્યો હતો.
૧૫૦૦ લીટર જેટલો પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી. સદભાગ્યે આગના બનાવથી કોઈ જાનહાની થવા પામી ન હતી.