Sihor

હે રામ.. હીરા ઉદ્યોગમાં મંદી આખાય પરિવારને ભરખી ગઇ… સવારે માતા-દીકરીનું મોત, બપોરે પુત્ર અને સાંજે પિતા પણ.. .!

Published

on

બરફવાળા

સિહોરના પાડાપાણ ગામના મોરડીયા પરિવારનો સુરતમાં સામુહિક આપઘાત મામલો, ચારેયના મોત, રત્નકલાકાર વીનુંભાઈ મોરડીયાનું લાંબી સારવાર બાદ થયું મોત, સવારે માતા, દિકરી તેમજ પુત્રનું પણ મોત નિપજ્યા હતા

સિહોરના પાડાપાણ ગામના અને સુરતમાં રહેતા પરિવારે આર્થિંક તંગીથી કંટાળી જઈ રત્નકલાકારે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સારવાર દરમ્યાન પરિવારનાં ચારેય સભ્યોનાં મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુરત યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્નિ, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાંખવાની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પરિવારનાં ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Hey Ram.. The downturn in the diamond industry hit the entire family... Mother and daughter died in the morning, son in the afternoon and father too in the evening.. .!

જ્યાં સારવાર દરમ્યાન પત્નિ, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે આર્થિક રત્નકલાકારે આર્થિક તંગીથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે.  સિહોરનાં પાડાપણ ગામના વતની અને નોકરી ધંધાર્થે સુરતનાં સરથાણ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાટરીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાનાં કારખાનામાં કામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે બુધવારે મોડી સાંજ વિનુભાઈ તેમની પત્નિ શારદાબેન, તેમનો પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ સામુહિક ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની જાણ થતા તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોડી રાત્રે શારદાબેન, સેનિતા તેમજ પુત્ર ક્રિશે પણ દમ તોડ્યો હતો. જ્યારે બપોર બાદ વિનુંભાઈનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવની અંગેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.

મોબાઈલમાંથી સુસાઇડ નોટરૂપી વીડિયો મળ્યો

Advertisement

વિનુભાઈએ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવે એ પહેલાં એક સુસાઈડ નોટરૂપી વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ બોલે છે કે મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ આખરી રસ્તો નથી. હું સારો પિતા ના બની ન શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેમણે આપઘાત કરી લીધો હતો. હાલ વીડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

Hey Ram.. The downturn in the diamond industry hit the entire family... Mother and daughter died in the morning, son in the afternoon and father too in the evening.. .!

પિતરાઈને કહ્યું, દીકરા-દીકરીને સાચવી લેજે

દવા પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરી ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ઘટનાસ્થળે દોડી જઈ ચારેયને હોસ્પિટલ ખસેડ્યાં હતાં

મોટી દીકરી અને દિકરો બહાર હોવાથી બચી ગયા

આજે હચમચાવી નાખે તેવો એક જ પરિવારનો સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં પરિવારના ચાર સભ્યોના મોત નીપજી ચૂક્યું છે. આ અંતિમ પગલામાં પરિવારના બે સંતાનો બચી ગયા છે. જ્યારે હાલ પણ દીકરીને પરિવારના સભ્યોના મોત થયું હોવાની જાણ કરવામાં આવી નથી.

Advertisement

Exit mobile version