Gujarat

એક્રેડીટેડ કાર્ડ ધરાવતા પત્રકારોને વોલ્‍વો-સ્‍લીપર કોચમાં પણ મફત મૂસાફરી કરવા મળશે : એસટી બોર્ડનો પરીપત્ર

Published

on

તમામ ડેપો મેનેજર-સ્‍ટાફને જાણ કરાઇઃ કંડકટરે પાસ જોઇ ટીકીટ આપવાની પરંતુ પૈસા નહી વસૂલવાના : પત્રકાર એકતા સંઘના લાભુભાઈ કાત્રોડિયા મિલન કુવાડિયા સહિતના હોદ્દેદારોની મહેનત રંગ લાવી

આમતો પત્રકાર સંગઠનમાં લાભુભાઈ કાત્રોડિયા, મિલન કુવાડિયા જેવા વરિષ્ઠ અગ્રણીઓ જોડાયા વહે ત્યાંથી પત્રકારોમા એક નવો જેમ જુસ્સો ઉમેરાયો છે છેલ્લા ઘણા સમયથી પત્રકારોની કેટલીક માંગણી પૈકી એક એક્રેડીટેડ કાર્ડ ધરાવતા પત્રકારોને હવે વોલ્‍વો-સ્‍લીપર કોચમાં મફત મૂસાફરી કરવા મળશે ગઈકાલે એસ.ટી. બોર્ડે એક મહત્‍વનો પરીપત્ર જાહેર કરી એક્રીડેટ કાર્ડ ધરાવતા પત્રકારોને એસ.ટી. નિગમની અન્‍ય બસની જેમ વોલ્‍વો, સ્‍લીપર કોચ બસમાં વિના મૂલ્‍યે મુસાફરી સવલત આપવા સુચનાઓ પાઠવી છે આ સુચના અનુસાર અમલવારી કરી તાબા હેઠળના તમામ શાખા ડેપોમેનેજર તથા સબંધિત સ્‍ટાફને જરૂરી સુચના આપવા આદેશો કરાયા છે

Journalists with accredited cards will also get free travel in Volvo-Sleeper coaches: ST Board Circular

તેમજ મુસાફરી અંગે સરકારના માહિતી ખાતામાં બીલ રજુ કરવાનું હોવાથી દર ત્રણ માસે કવાટરલી વિગતો વિભાગના પરિવહન અધિકારીશ્રી હિસાબી અધિકારીશ્રી અને વિભાગીય નિયામકશ્રી દ્વારા પ્રમાણીત કરી વિગતો મોકલી આપવાની પણ સુચના અપાઇ છે. આમા કેટલાક નિયમો જાહેર કરાયા છે તેમાં સરકાર માન્‍ય (એક્રેડિટેડ ધારક) ને ગુજરાત સરકારના ‘‘ડીરેકટર ઓફ ઇર્ન્‍ફ્રોમેશન” અથવા તેઓના દ્વારા અધિકૃત કરેલ અધિકારીના સહી સિકકાવાળા એક્રેડિટેશન કાર્ડ રજુ કર્યેથી નિગમની વોલ્‍વો બસ (શીટર)માં વિના મુલ્‍યે મુસાફરી કરવા દેવાની રહેશે.

નિગમની બસોમાં માન્‍ય પત્રકારો (એક્રેડિટેડ કાર્ડ ધારક) એ કરેલ મુસાફરી અંગેના ખર્ચની રકમ નિગમ દ્વારા માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર પાસેથી મેળવવાની થતી હોવાથી કન્‍ડકટર દ્વારા પત્રકારના કાર્ડના નંબરની ઇ.બી.ટી.એમ. મશીનમાં ફરજીયાત નોંધણી કરવાની રહેશે.નિગમની બસોમાં માન્‍ય પત્રકારો (એક્રેડીટેડ કાર્ડ ધારક)એ કરેલ ‘વિના મુલ્‍યે’ ની મુસાફરી અન્‍વયે કન્‍ડકર દ્વારા ઇ.બી.ટી.એમ.મશીનમાંથી નિયમ મુજબ કાર્ડની નોંધણી કરી, માન્‍ય પત્રકારને ટીકીટ ફરજીયાત ઇસ્‍યુ કરવાની રહેશે. પત્રકાર પાસેથી ટીકીટની કોઇ રકમ વસુલવાની રહેશે નહી. ડેપો કક્ષાએથી માન્‍ય પત્રકારોએ કરેલ મુસાફરીની વિગતોનો માસીક રીપોર્ટ વિભાગીય કચેરીના હિસાબી ખાતામાં ઓડીટ માટે ડેપો મેનેજરની સહીથી ફરજીયાત મોકલી આપવાના રહેશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version