Bhavnagar

હરીફોને હરીફાઈમાંથી કેમ દૂર કરવા તે માટે ચાલી રહ્યું છે ષડયંત્ર ; ઋત્વિક મકવાણા

Published

on

બરફવાળા

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થવા મામલે ભાવનગરમાં ઋત્વિક મકવાણાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે સજા ફટકાર્યા બાદ લોકસભાના સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં કૉંગ્રેસ દેશભરમાં વિરોધના કાર્યક્રમ આપી રહી છે. આજે ભાવનગરમાં કૉંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ​​​​​​​ભાવનગર શહેરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી રકાર પર આડકતરી રીતે ઋત્વિક મકવાણાએ પ્રહારો કરતા જણાવ્યું હતું કે સ્થાનિક તંત્રના દૂર ઉપયોગથી રાહુલ ગાંધીને ફસાવવામાં આવ્યા છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીને ફસાવવા માટે સરકાર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિજ મકવાણાએ ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. દેશની રાજકીય પરિસ્થિતિને અસ્થિર કરવાના પ્રયત્નના ભાગરૂપે જે પ્રકારનો માહોલ દેશની અંદર સ્થાપિત થઈ રહ્યો છે

Why is there a conspiracy to eliminate rivals from the competition; Ritvik Makwana

તે માહોલને ઉજાગર કરવા માટે આજે સમગ્ર દેશમાં કૉંગ્રેસ દ્રારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાહુલ ગાંધી સાથે ઘટનાક્રમ બન્યો છે તે એક ષડયંત્રના ભાગરૂપે જે ઘટનાઓ બની છે તેને ઉજાગર કરવા માટે તેનો આજે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, સૌથી અગત્યની બાબત એ છે કે રાજ્યની વ્યવસ્થા તંત્ર ઉપર ઓર્ગેનાઈઝ ટુકડી દ્વારા કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને તે કંટ્રોલ દ્વારા વ્યવસ્થાપનનો ઉપયોગ કરી અને હરીફોને કેવી રીતે હરીફાઈ માંથી દૂર કરવા એના ષડયંત્ર ચાલી રહ્યા છે તેના માટે લોકોને જાગૃત કરવામાં આવશે

Advertisement

Exit mobile version