Sihor

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં સિહોરની પૂર્વા રામાનુજનું મોત : અન્ય બે યુવતીનો સમાવેશ

Published

on

  • ઘટનામાં કુલ સાતના મોતની આશંકા, આ પૈકી 1 સિહોર અને ભાવનગરની 2 યુવતીઓનો સમાવેશ જે કેદારનાથ દર્શનાર્થે ગયા હતા તે વેળાએ સર્જાઈ દુર્ઘટના

ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ થયું જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી આ દુર્ઘટનામાં કુલ સાત વ્યક્તિના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ છ પૈકી એક સિહોરના પૂર્વા રામાનુજ અને અન્ય 2 ભાવનગરની વ્યક્તિ હોવાનું કહેવાય છે અને આ ત્રણ મહિલાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે ભક્તો કેદારનાથના દર્શન કરવા બહાર આવ્યા હતા. આ દરમિયાન, ગરુડચટ્ટી પાસેની ખીણમાં અચાનક વાદળો દેખાયા હતા અને તે પછી હેલિકોપ્ટરની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી અને તેના કારણે આ અકસ્માત થયો હતો. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું કહેવાય છે. સત્તાવાર સમાચાર ટૂંક સમયમાં જ બહાર આવશે જોકે આ અંગે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને પોતાની દિલસોજી વ્યક્ત કરીને જાણકારી આપી હતી

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ ઘટનામાં સિહોરની પૂર્વા રામાનુજનું મોત #કેદારનાથ_મહાદેવ #હેલીકોપ્ટરક્રેશ

Trending

Exit mobile version