Sihor

સિહોર : વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરાઈ

Published

on

દેવરાજ

આજે સમગ્ર વિશ્વ પાશ્ચાતય સંસ્કૃતિનું આધળું અનુકરણ કરી વેલેન્ટાઇન ડે ઉજવવામાં મશગુલ છે. વૃધ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, માં-બાપ અને સંતાનો વચ્ચેની આત્મીયતા ઘટી રહી છે. ત્યારે સિહોરની નામાંકિત શિક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ દ્વારા વિધાર્થીઓમાં પોતાના માતા-પિતા અને ગુરૂજનો માટે સન્માન વધે, ભાવિ પેઢીના માતા-પિતા પ્રત્યે આદરની ભાવના કેળવાય અને સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

sihore-valentines-day-was-celebrated-in-a-unique-way-at-vidyamanjari-gyanpith

કાર્યક્રમની શરૂઆતમાં પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોને 2 મીનીટનું મોન પાળી શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી. વિધાર્થીઓ વેલેન્ટાઇન ડે જેવા પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ ન કરે તે માટેના વિચારો રજૂ કરવામાં આવ્યા, તેમજ વિધાર્થીઓના માતા-પિતાને આમંત્રણ આપી તેમના સંતાનો દ્વારા બ્રહ્મદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે માતા-પિતા અને ગુરૂજનોનું પૂજન કરવામાં આવ્યું. વિધાર્થીઓએ માતા-પિતાની આરતી ઉતારી, પૂજા અર્ચના કરી તેમજ પ્રદક્ષિણા ફરી અને આર્શિવાદ મેળવ્યા હતા.

sihore-valentines-day-was-celebrated-in-a-unique-way-at-vidyamanjari-gyanpith

સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું કુમકુમ તિલક કર્યુ હતુ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાનાં માતા-પિતાને હાર પહેરાવ્યો અને તેમના ચરણોને ધોઈને, આરતી ઉતારીને માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો દ્વારા માતૃપિતૃ દિવસને અનુરૂપ વક્તવ્યો અને સુંદર ગીતો ગાયા હતા. વિદ્યાર્થીના વાલીઓએ પણ માતૃપિતૃ દિવસ અનુરૂપ વક્તવ્યો આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Trending

Exit mobile version