Sihor
બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાયો
પવાર
- ઓછા સમયમાં સ્માર્ટવર્ક કેવી રીતે કરવું સહિતના વિષયો ઉપર મોટિવેશન સ્પીકર ઉર્મિવ સરવૈયા, વિશાલભાઈ ભાદાણી, મેહુલભાઈ ભાલએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
કારકિર્દીના ઘડતર માટેની અતિમહત્વની આ પરીક્ષા પૂર્વે હાલ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સાથે સાથે પોતાના સંતાન અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન પડે તેમજ ટેન્શનમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે માતા-પિતા પણ ખાસ કાળજી રાખી રહ્યા છે.
તો બીજી બાજુ કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પ્રશ્નના ઉત્તર સારી રીતે લખી શકે તે હેતુથી મોક ટેસ્ટ યોજી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કરાવી રહ્યા છેતેમજ મુંજવતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન સેમિનાર પણ યોજાઇ રહ્યા છે. ત્યારે સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાલભાઈ ભાદાણી, મેહુલભાઈ ભાલ, ઉર્મિવ સરવૈયા, દ્વારા છેલ્લી ઘડીનું રિવીઝન થાય અને માર્ચ-ર૦ર૩ની બોર્ડ ૫રીક્ષા ભય મુક્ત રહી આત્મવિશ્વાસ સાથે આપી શકે.
તેવી તમામ બાબતોને આવરી લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની ૫રીક્ષા માટે શુભેચ્છાઓ ૫ણ પાઠવવામાં આવી હતી. આમ આ સેમિનારમાં વિદ્યાર્થીઓને તેમનાં જીવનની કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું?, બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? તથા બોર્ડની ૫રીક્ષામાં સારા માર્કસ કઈ રીતે લાવવા અને આ પરીક્ષામાં તણાવ મુક્ત રહીને ૫રીક્ષાને ઉત્સવ તરીકે કઈ રીતે ઉજવવો તે વિષય ૫ર માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું.
તેમજ બોર્ડ ૫રીક્ષા ૫હેલાં,બોર્ડ ૫રીક્ષા દરમિયાન અને બોર્ડ ૫રીક્ષા ૫છી કઈ-કઈ બાબતોની કાળજી લેવી તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું. ઉ૫સ્થિત વિદ્યાર્થીઓનાં મનમાં બોર્ડની ૫રીક્ષાને લગતાં તેમજ તેમને મુંજવતા પ્રશ્નોની ચર્ચા ૫ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજુભાઇ દેસાઇ,ટ્રસ્ટી અને સંચાલકશ્રી પી.કે.મોરડિયા સાહેબ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.