Sihor
રંગોના તહેવાર ધૂળેટીને સિહોર પોલીસે મનભરીને માણ્યો : અધિકારી કર્મચારી ડિજેના તાલે ઝુમ્યા
પવાર ; બુધેલીયા
સિહોર પોલીસ પરિવારે રંગે ચંગે ધૂળેટી ઉજવી ; પોલીસ મથક ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું, ઉપસ્થિત સૌ કોઈ મનમૂકીને ધુળેટી રમ્યા, ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના જવાનોએ એક બીજા ઉપર રંગોની છોળો ઉડાડી પર્વની હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી
સામાન્ય રીતે પોલીસની ફરિયાદ હોય છે કે તેઓ કોઈ પણ તહેવાર પોતાના પરિવારની સાથે ઉજવી શકતા નથી કારણ તહેવારના દિવસે જ તેમનો બંદોબસ્ત હોવાને કારણે હોળી, ધુળેટી, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો પણ પોતાના પરિવારને છોડી પ્રજાની સલામતી માટે તેમને નોકરી ઉપર હાજર રહેવું પડતું હોય છે. પોલીસની આ ફરિયાદમાં વજુદ પણ છે. જોકે સિનિયર પોલીસ અધિકારીઓ નાના કર્મચારીઓના લાગણી અને માગણીનો વિચાર કરે તો પોલીસના અનેક પ્રશ્નો પોતાના જ સ્તરે પુરા થાય તેમ છે.
અને તેવું જ કંઈક પીઆઇ ભરવાડે કરી બતાવ્યું છે, સિહોર પોલીસે બંદોબસ્તની સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલથી પીઆઇ સુધીના અધિકારીઓ પરિવાર સાથે હોળી ધુળેટીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. હોળીના બીજા દિવસે ધૂળેટી રમાતી હોય છે. પરંતુ, આ વખતે હોળીના બીજા દિવસે પડતર દિવસ હતો. જોકે, સિહોર પોલીસ સ્ટેશન ખાતે અધિકારી કર્મચારી ધૂળેટી રમ્યા હતા. રંગ બેરંગી કલરોથી પોલીસ મથક ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યા હતા. સોમવારે શહેરીજનો દ્વારા અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આખું વર્ષ સુખ-સમૃદ્ધી અને નિરોગી રહે તેવી પ્રાર્થના સાથે હોલીકાની પૂજા-અર્ચના કરી હતી.
સામાન્ય રીતે હોળીના બીજાજ દિવસે લોકો ધૂળેટી રમતા હોય છે. પરંતુ, મંગળવારે પડતર દિવસ હોવાના કારણે લોકો દ્વારા બુધવારે ધૂળેટી રમવામાં આવનાર છે. ત્યારે સિહોર પીઆઇ ભરવાડ દ્વારા પોલીસ મથક ખાતે ધુળેટીની ઉજવણી કરવા માટે વ્યવસ્થા કરી, તમામ પોલીસ પરિવાર સ્ટાફને આમંત્રણ આપી, ધુળેટીની ઉજવણી કરવામાં આવેલ હતી.અહીં ઉપસ્થિત સૌ કોઇએ મન મૂકીને હોળી ધુળેટીના તહેવારને માણ્યો હતો. એકબીજા ઉપર રંગ ઉડાડી ધુળેટી ઉજવી હતી એકબીજાને કલર લગાવી ધૂળેટીની શુભેચ્છા આપવા સાથે ધૂળેટી રમ્યા હતા. પોલીસ મથકનો પટાંગણ રંગ બે રંગી કલરોથી છવાઇ ગયો હતો